Abtak Media Google News

શટર ઉંચુ કરી ૩૨૫ ગ્રામ સોનું અને ૩૦ કિલો ચાંદી ઉઠાવી ગયા

બગસરામાં આવેલ ગોંડલીયા ચોક પાસે બગેશ્ર્વર મહાદેવ મંદીર રોડ ઉપર એક સોનીની દુકાનની અંદર ગત રાત્રીના તસ્કરોએ ત્રાટકી રૂ ૧૫ લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ બારામાં બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કરો દુકાનમાંથી સોનીની પેંડલ-૩૩, ચેઇન-પ, કાનની સર-૮, ચાંદીના છડા-૨૦૦, જુડા-૨૫, કંદોર-૧પ સહીતના ઘરેણા ચોરી ગયા હતા. જેમાં પોલીસ ચોપડે કુલ ૩૨૫ ગ્રામ સોનુ  અને ૩૦ કિલોગ્રામ ચાંદી ચોરાયાનું નોંધાયું છે.

બગસરા સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા પરાગભાઇ લલીતભાઇ વઢવાણા નામના યુવાને અહી બગસરા ગોંડલીયા ચોક પાસે બંગેશ્ર્વર મહાદેવ મંદીર રોડ પર દ્વારકેશ જવેલર્સ નામની દુકાન આવેલછે. ગઇકાલે તેઓની દુકાનની સામે રહેતા લક્ષ્મણભાઇ માલવીયાએ ફોન કરીને જાણ કરી હતી કે તમારી દુકાનમાંથી ચોરી થયેલ છે. જેથી યુવાન તાત્કાલીક અહી પોતાની દુકાને આવતા દુકાનના શટરના બન્ને બાજુ તાળા મારેલ હતા. પરંતુ વચ્ચેના ભાગથી શટરને ઉચકાવેલ હતું આ સાથે દુકાનમાં ગોદરેજ કંપનીની મોટી તિજોરી ખુલ્લી હાલતમાં પડી હતી અને તેન લોક તુટેલ હતો. તેમાં ખાત્રી કરતા તેમાં પણ સોના ચાંદીના દાગીના રાખેલ હતા. એ પણ જોવા મળેલ નહી આ સોના ચાંદીના દાગીનાને કોઇ અજાણ્યા તસ્કરોએ યુવાનને દુકાનની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરીને ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.