Abtak Media Google News

રસ્તાઓ બન્યાના થોડા મહિનામાં જ રોડ બિસ્મારની હાલત: તંત્રના બેદરકારીની આશંકા

અબતક્,ચેતન વ્યાસ, રાજુલા

રાજુલા બાઢડા રોડ એ જાફરાબાદ રાજુલા ને અમરેલી જિલ્લા મથકે અને આગળ રાજકોટ અમદાવાદ ગાંધીનગર જેવા મહત્વ ના મોટા સીટી ને જોડતો અતિ મહત્વ નો રોડ છે અમરેલી જિલ્લા મથકે સરકારી કામકાજ અર્થે લોકો ને અવાર નવાર જવાનુ હોય છે અને રાજકોટ અમદાવાદ ગાંધીનગર જેવા શહેરો મા લોકો ને પોતાનાં કામ કાજ અંગે જેવાકે બાળકો ના અભ્યાસ તેમજ સારવાર માટે ખરીદી માટે ગાંધીનગર સરકારી કામકાજ અર્થે લોકો જતા આવતા હોય છે

તે રીતે આ રોડ અતિ મહત્વ નો લોકો ઉપયોગી છે ત્રણ માસ પહેલા ભાજપના આગેવાનોએ   જોરશોર આ રોડ રી સરફેસ કરવાં નુ કામ શરૂ કરાવેલ આ સમયે સાંસદ નારણ કાછડીયા સહિત ના આગેવાનોએ ગાઈ વગાડીને કહેલ કે રોડ નુ કામ ખુબ સારી ક્વોલિટી નુ થશે તેવા વાયદા કરેલા પરંતુ માત્ર બે મહિના મા આ રોડ મા મસ મોટા ગાબડા પડી જતા આ રોડ ના કામ મા થયેલ કથીત સંભવિત ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયેલ છે તેમ લોકો કહી રહ્યાં છે આ અંગે મળતી માહિતી મુજબ લોકો એવુ જણાવી રહ્યા છે કે રાજુલા પંથકમાં જોરદાર ભારે વરસાદ પણ પડ્યો નથી આમ છતા આ રોડ નુ ધોવાણ થઈ જવાથી આ રોડ નુ ખુબજ હલકી ગુણવત્તાના નુ કામ ખુલ્લુ પડેલ છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.