સમગ્ર વિશ્વમાં માત્ર 3400 વાઘ બચ્યા છે, જે પૈકી 60 ટકા વાઘ ભારતમાં છે

આજે વિશ્વ વાઘ દિવસ

વાઘ પૃથ્વી પર બે મિલિયન કરતાં વધુ વર્ષો રહે છે, પણ આજે તેની ઘટતી વસતીને કારણે તે લુપ્ત પ્રાય પ્રજાતિઓમાંની એક છે: આજે તો તેમના સંરક્ષણ માટે ‘સેવ ધ ટાઇગર’ જેવા રાષ્ટ્રીય અભિયાનો ચલાવાય છે

વિશ્વના માત્ર 13 દેશોમાં વાઘ જોવા મળે છે: 2010માં ભારતમાં વાઘની વસતી 1700 જેટલી હતી: દુનિયાના તમામ વાઘ વસતી ધરાવતા દેશોએ 2010માં વાઘની વસતી 2022માં ડબલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો

આ વર્ષની ઉજવણી થીમ “ભારત વાઘની વસતીને પુન:જીવિત કરવા પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કરે છે”

આજે વર્લ્ડ ટાઇગર ડે, છેલ્લા 100 વર્ષમાં દુનિયાએ 97 ટકા જંગલી વાઘ ગુમાવ્યા છે. એક સદી પહેલા લગભગ એક લાખ વાઘની વસ્તી હતી જે આજે માત્ર 3400 છે !! આજે વાઘ લુપ્ત થતી પ્રજાતિની કેટેગરીમાં છે તેથી તેને પુનર્જીવિત કરવા માટે ‘સેવ ધ ટાઇગર’ ઝુંબેશ ચલાવાય રહી છે. દુનિયાના માત્ર 13 દેશોમાં જ વાઘ જોવા મળે છે. વિશ્વની કુલ વાઘ ની વસ્તીના 70 ટકા વાઘ ભારતમાં જોવા મળે છે. આપણા બેંગાલ ટાઇગર વિશ્ર્વભર માં સુવિખ્યાત છે. વાઘ આ પૃથ્વી પર બે મિલિયન  વર્ષોથી રહે છે પણ આજે તેની વસ્તી દિનપ્રતિદિન ઘટતી જાય છે. આપણાં દેશમાં 2010માં વાઘની વસ્તી 1600 જેટલી હતી ત્યારે વૈશ્ર્વિક ઝુંબેશના ભાગરૂપે 2022 સુધીમાં તેની વસ્તી ડબલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસનો ઇતિહાસ જોઇએ તો જ્યાં વાઘની વસ્તી છે તેવા વિશ્વના 13 દેશો 2010માં રશિયાના સેન્ટપીટર્સ બર્ગમાં ટાઇગર જાગૃત્તિની સમિટમાં ભેગા થયા અને આગામી દશ વર્ષમાં એટલે કે 2022 ચાલુ વર્ષ સુધીમાં વાઘની વસ્તી ડબલ કરવાનો લક્ષ્યાંક આવ્યો હતો પણ એક દશકામાં બહું સારા પરિણામો મળ્યા નથી તેથી આ વર્ષની ઉજવણી થીમમાં પણ ‘ભારત વાઘની વસ્તીને પુનર્જીવિત કરવા પ્રોજેક્ટ ટાઇગર લોન્ચ કરે છે’ એવું સુત્ર અપાયું છે. દુનિયામાં વાઘની સૌથી વધુ વસ્તી ભારતમાં હોવાથી આપણા દેશે જ વૈશ્ર્વિક ઝુંબેશની આગેવાની લીધી છે.

વાઇલ્ડ લાઇફ રક્ષણ અને સંવર્ધનની વચ્ચે છેલ્લા 100 વર્ષમાં વાઘ આ વસ્તી લગભગ મૃતપ્રાય અવસ્થામાં આવી જતાં તેની વસ્તી વાળા સમગ્ર દેશો ચિંતિત થઇ ગયા હતા. આ ગાળામાં 97 હજારથી વધુ વાઘની વસ્તી નાશ પામી હતી. અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેના સંરક્ષણ, સંવર્ધન અને બચાવ કાર્યમાં જોડાયેલી છે. દુનિયામાં વાઘ વિવિધ રંગોના હોય છે. જેમાં સફેદ વાઘ, કાળા પટ્ટાવાળા સફેદ વાઘ, કાળા પટ્ટાવાળા બ્રાઉન વાઘ અને ગોલ્ડન વાઘ હોય છે. તેમની ચાલવાની છટા સૌ કોઇના મન મોહી લે છે. હાલ સુધી બાલી વાઘ, કેસ્પિયન ટાઇગર, જવાન ટાઇગર અને હાઇબ્રિડ ટાઇગર જેવી પ્રજાતિઓ હતી જે પણ લુપ્ત થઇ ગઇ છે.

આજે વર્લ્ડ ટાઇગર ડે નિમિતે લોકોમાં તેની જાગૃત્તિ આવે સાથે તેના પર્યાવરણ, રહેઠાણો સાથે તેના સંવર્ધન માટે સૌ કાર્યરત થઇને આ પ્રજાતિના બચાવ કાર્ય માં જોડાવું જરૂરી છે. દુનિયામાં વાઘની વસ્તી  સૌથી વધુ આપણાં દેશમાં હોવાનું ગૌરવ છે ત્યારે વિશ્ર્વમાં સૌથી વિશેષ જવાબદારી આપણા શિરે છે તે વાત ભૂલવી ન જોઇએ.

આજે વૈશ્વિક સ્તરે વાઘને દત્તક લેવાની વાત અને તેની રક્ષા કરવા અને શિકાર અને ગેરકાયદે વેપાર સામે કડક પગલા લેતી તમામ પહેલને સમગ્ર પૃથ્વીવાસીઓ સમર્થન આપવું જ પડશે. વાઘ લુપ્તપ્રાય પ્રજાતિઓમાંની એક છે, ઇકો સિસ્ટમનું સંતુલન જાળવવા માટે ગ્રહને તમામ પ્રજાતિઓના અસ્તિત્વની જરૂર છે. Tx2 પહેલ વાઘની વસ્તી ડબલ કરવાની વાત કરે છે. આ પહેલ વાઘ સંરક્ષણને ટેકો આપવા દર વર્ષે 350 મિલિયન ડોલરનો ખર્ચ કરે છે. જેનો ઉપયોગ રેન્જર્સ અને જાસૂસો માટે કરાય છે. જેઓ શિકારીને શોધવા સતત પેટ્રોલિંગ કરતા હોય છે. વાઘ સમગ્ર ગ્રહના સૌથી મોટા પ્રાણી તરીકે જાણીતો છે. વાઘની વસ્તી વધારવા 1973માં ભારતે પ્રોજેક્ટ ટાઇગર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. 2013માં તેની વસ્તી ડબલ કરવા ઝડ્ઢ2 પહેલ કરી હતી. 2017માં IUCN એ ખંડીય વાઘ અને સુંડા ટાપુ વાઘને વાઘની પેટા જાતિ તરીકે માન્યતા આપી હતી. 2022માં WWF એ 2022માં જંગલી વાઘની સંખ્યા બમણી કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું.

હાલ વિશ્ર્વમાં વાઘ ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, કંબોડીયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઇલેન્ડ અને વિયેટનામ જેવા ફક્ત 13 દેશોમાં જોવા મળે છે. ધ્રુવીય ભૂરા રીંછ જ વાઘ કરતાં મોટા હોય છે. તે જમીન પરનું ત્રીજા નંબરનું સૌથી મોટું માંસાહારી પ્રાણી છે. બિલાડીની વિશ્વમાં સૌથી મોટી પ્રજાતિ વાઘ છે. દુનિયામાં સૌથી મોટા વાઘ પેટા જાતિઓ સાઇબેરીયામાં જોવા મળે છે. જેનું વજન 660 પાઉન્ડ સુધીનું હોય છે. આજના દિવસને ‘ગ્લોબલ ટાઇગર ડે’ પણ કહેવાય છે. વિશ્ર્વના સૌથી નાના વાઘ સુમાત્રન વાઘ એક માત્ર ઇન્ડોનેશિયા દેશમાં જોવા મળે છે. વાઘ એક ટોચનો શિકારી છે અને તેનું અસ્તિત્વ નક્કી કરવા તેને જોઇ તો શિકાર ઉપલબ્ધ કરાવીને તેના સંવર્ધન બાબતે કાર્ય કરવું અને તેના કુદરતી રહેઠાણો સાથે તેના અસ્તિત્વ બાબતે કટિબધ્ધ થવું જ પડશે. હોંગકોંગમાં તો ‘કોઇપણ વ્યક્તિ વાઘનો રક્ષક બની શકે છે’ તેવી ઝુંબેશ શરૂ કરી છે. આપણા ભારતમાં હાલ 30 હજાર હાથી, 3 હજાર એક શિંગડાવાળા ગેંડા અને 500થી વધુ સિંહો છે. શિકાર અને જંગલોના વિનાશને કારણે વિશ્ર્વના ઘણા દેશોમાં વાઘની વસ્તી સતત ઘટતી જોવા મળે છે. આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, વાઘ દેશની શક્તિ, ગૌરવ, તકેદારી, બુધ્ધી અને સહનશક્તિનું પ્રતિક છે. વાઘે ભારતીય ઉપખંડનું પ્રતિક છે. વાઘની વસ્તી ભારતમાં સતત વધતી રહી છે.

વાઘની હાલની જીવંત પ્રજાતિઓમાં સાઇબેરિયન ટાઇગર, બેંગાલ ટાઇગર, ઇન્ડો ચીની ટાઇગર, મલયાન ટાઇગર, સુમાત્રન  ટાઇગર છે. લુપ્ત થયેલ વાઘ પ્રજાતિમાં બાલી વાઘ કેસ્પિયન ટાઇગર અને જવાન ટાઇગર સાવ લુપ્ત થઇ ગયા છે. વિશ્વમાં એકમાત્ર આપણાં દેશમાં તેની વસ્તી વધી છે જે આપણાં માટે ગૌરવની વાત છે.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી

આપણાં દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, એ ભારતીય ઉપખંડનું પ્રતિક છે. વાઘ દેશની શક્તિ, ગૌરવ, તકેદારી, બુધ્ધી અને સહનશક્તિનું પ્રતિક છે. આપણાં દેશમાં છેલ્લા દશકામાં તેની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે. તે 65 કિલોમીટર પ્રતિકલાકે દોડી શકે છે. વાઘ તેની વિશાળ છલાંગને કારણે જાણીતો બન્યો છે તે 5 મીટરની છલાંગ મારવાની ક્ષમતા ધરાવે છે.

વાઘને બચાવો, રાષ્ટ્રનું ગૌરવ બચાવો

વાઘએ સૌર્દ્ય, બહાદુરી, શક્તિ અને રાષ્ટ્રીયતાનું પ્રતિક છે તેથી વાઘને બચાવો, રાષ્ટ્રનું ગૌરવ બચાવો. સિંહ અને વાઘ જંગલમાં સર્વોચ્ચતા માટે લડે છે, પણ તેઓ ક્યારેય ભેગા પણ થઇ શકે છે અને બચ્ચાને જન્મ પણ આપે છે. તેમની વર્ણશંકર પ્રજાતિને ટિગોન્સ અને લિગર કહેવામાં આવે છે. વાઘ સૌથી મોટી હાલની બિલાડીની પ્રજાતિ છે અને તે પેન્થેરા જીનસનો સભ્ય છે. વાઘ શ્રેષ્ઠ શિકારી છે જે હરણ અને જંગલી સુવર જેવા પ્રાણીઓનો શિકાર કરે છે. તેનું આયુષ્ય 10 થી 15 વર્ષનું હોય છે. ભારતમાં કુલ 50થી વિવિધ સ્થળોએ તે જોવા મળે છે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ-1972 હેઠળ અને 2006માં કરાયેલા સુધારામાં ભારતમાં ટાઇગર રિઝર્વ સૂચિમાં છે.

આ છે, વાઘની હાલની જીવંત પ્રજાતિઓ

  • – સાઇબેરીયન ટાઇગર
  • – બેંગાલ ટાઇગર
  • – ઇન્ડો-ચીની ટાઇગર
  • – મલયાન ટાઇગર
  • – સુમાત્રન ટાઇગર

(બાલીવાઘ, કેસ્પિયન ટાઇગર અને જવાન ટાઇગર પ્રજાતિઓ લુપ્ત થઇ ગઇ છે, જો કે આ બધા વચ્ચે ભારતમાં વાઘની વસ્તી સતત વધી રહી છે)