Abtak Media Google News

સનાતન ધર્મમાં શ્રીમદ્ ભગવત ગીતાનું ખૂબ મહત્વ છે. ગીતા એ હિંદુ ધર્મનો પવિત્ર અને ધાર્મિક ગ્રંથ છે. દર વર્ષે માગસર સુદ અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવાય છે.

ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછી ભગવદ ગીતા અસ્તિત્વમાં આવી, આ કારણે ગીતા જયંતી લોકો મનાવે છે. 5159 વર્ષ પહેલા ગીતા ની ઉત્પતિ થઈ હતી અને ત્યારથી હિન્દુ લોકોએ ભગવદ ગીતાને ધાર્મિક ગ્રંથના રૂપમાં સ્વીકાર કર્યો હતો. સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ તેમના પરમ મિત્ર અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.શ્રીમદ્ ભગવત ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. જેમાં માનવ જીવનના દરેક વિષયમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. કહેવાય છે કે ભગવદ ગીતાના દરેક શ્લોક માનવ જીવન માટે રસ્તો બતાવનારા છે.

હિન્દુ ધર્મમાં જે સ્થાન ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ધર્મસૂત્ર નું છે, તે જ સ્થાન ગીતાનું છે. ચારેય વેદોનો સાર શ્રીમદ ભગવદ ગીતામાં છે.

કહેવાય છે કે આ ધર્મગ્રંથનું જે કોઈ અધ્યયન કે મનન કરે તેના જીવનની દશા અને દિશા બંનેમાં સકારાત્મક બદલાવ આવવા લાગે છે.ગીતા જયંતીના દિવસે “મોક્ષદા એકાદશી” પણ મનાવાય છે. 3 ડિસેમ્બર ને શનિવારે ગીતા જયંતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.