સસ્તાની કોઇ ‘કિંમત’ નથી હોતી, જુઓ ‘નેનો’ની હાલત

nano car | businees | national | government
nano car | businees | national | government

સ્મોલ કાર’ સેગમેન્ટમાં તમામ રીતે અવ્વલ ‘નેનો’ના વેચાણમાં ‘પ્લસ પોઇન્ટ’ ગણાતી તેની સસ્તી કિંમત જ ઘાતક નિવડી: ‘સસ્તુ એટલે નબળુ’ તે પ્રકારની લોકોની માનસિકતાએ નેનોને નિષ્ફળતા અપાવી

લોકો સસ્તા દરે કાર વસાવી શકે તે માટે તાતા જુથના રતન તાતાએ અતિ મહાત્વાકાંક્ષી ‘નેનો’ પ્રોજેક્ટ શ‚ કર્યો હતો જેમાં લોકોને ‚ા. ૧ લાખની કિંમતની નેનો કાર પુરી પાડવાનું શ‚ કરાયું હતું. આ પ્રોજેક્ટ નાની કારના સેગમેન્ટમાં ખૂબજ સારો પ્રોજેક્ટ ગણી શકાય. પરંતુ આ કારમાં તેની કિંમત કારને સફળતા અપાવવામાં મદદ‚પ રહેશે તેવો કંપનીનો પોઝીટીવ એટીટ્યુડ જ કારની નિષ્ફળતા માટે જવાબદાર બન્યો છે. કારની સસ્તી કિંમત જ કારને લોકોથી દુર રાખી રહી છે.

ધનવાનો જ કાર ખરીદી શકે તે પરંપરાનું ખંડન કરવા તાતા મોટર્સે નેનો વેંચાણમાં મુકી હતી. અન્ય હરિફ કંપનીઓની નાની કારમાં આવતી તમામ સુવિધા તાતા મોટર્સ નેનોમાં સસ્તા દરે આપે છે. પરંતુ આ સસ્તો દર જ કારના વેંચાણ માટે ઘાતક નિવડ્યો છે. લોકોની ‘સસ્તુ એટલે નબળુ’ એ પ્રકારની માનસિકતાએ આ કારના વેંચાણમાં નોંધપાત્ર વધારો કરાવ્યો નથી. આ માટે કંપનીની જાહેરાતો પણ નેગેટિવ પાસુ બની છે. કંપનીએ શ‚આતથી જ ‘સસ્તી કાર’નું ટેગ આપીને જાહેરાતો કરી હતી. આ જાહેરાતના પરિણામે નેનોનું વેંચાણ થયું નહીં. લોકોને કાર લેવી છે પરંતુ ‘સસ્તી’ કાર નથી લેવી.

આ ઉપરાંત નાના માણસની કાર નેનો છે તે પ્રકારનું ટેગ પણ નેનોની નિષ્ફળતા માટે જવાબદાર બન્યું છે. નેનો ‘નાનો માણસ’ જ વાપરશે તેવી માનસિકતા લોકોમાં ઘર કરી ગઇ છે. લોકોને ‘નાનો’ બનવામાં રસ નથી. જેથી વર્ષ ૨૦૧૦-૧૧ અને ૨૦૧૨-૧૩માં બહોળી સંખ્યામાં વેંચાયેલી નેનોનું વેંચાણ ચાલુ વર્ષે એકાએક ઘટીને માત્ર ૧૭૪ થઇ ગયું છે. અગાઉ પશ્ર્ચિમ બંગાળમાં તાતા જુથ દ્વારા નેનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં વિરોધના પરિણામે આ પ્રોજેક્ટ અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા નેનો પ્રોજેક્ટ માટે લાલ જાજમ પાથરવામાં આવી હતી અને ‚ા.૩૦૦૦ કરોડનો ફાયદો કરાવાયો હતો. જેનાથી ઓટો ક્ષેત્રનો વિકાસ થશે તેવી અપેક્ષા સરકારને હતી. અલબત સરકારની આ અપેક્ષા પૂર્ણ થઇ શકી નથી. કારનું વેંચાણ ખુબજ ઓછુ છે તેથી પ્રોડક્શન પણ ઓછુ થશે તે વાત હકીકત સમાન છે.

વર્ષ ર૦૦૮માં દિલ્હી ઓટો-શોમાં સમગ્ર દુનિયાનું ઘ્યાન ખેંચનાર નેનોથી લોકો વિમુખ થતા ગયા છે. જેની પાછળ લોકોની માનસિકતા જ જવાબદાર ગણી શકાય. નેનો અન્ય કારની સરખામણીએ વધુ ગુણવત્તાસભર છે. માત્ર એક લાખની કિંમતમાં બહોળી સુવિધા આપનાર એકમાત્ર કાર છે. પરંતુ કારની કિંમત જ કારના વેંચાણ માટે ઘાતક નિવડી છે. લાખેણી નેનો લોકોને આકર્ષવામાં કેમ નિષ્ફળ રહી છે તે માર્કેટિંગ નિષ્ણાંતો શોધી રહ્યા છે. કંપનીની જાહેરાત જ ખોટી દિશાએ થઇ હતી તેવો મત પણ પ્રવર્તી રહ્યો છે.