Abtak Media Google News

સામાજિક અંતર ન જાળવનારા ૧૪, સમય મર્યાદાનો ભંગ કરનારા વેપારી સામે પગલા

જામનગરમાં ગઈકાલે સમયમર્યાદાનો ભંગ કરી પોતાની દુકાનો ચાલુ રાખનાર ચાર વેપારી, નોનવેજની રેંકડી ચલાવતા બે સામે પોલીસે કાર્યવાહી કરી છે જયારે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરાવતા નાસ્તાની રેંકડીવાળા પાંચ અને શાકભાજી, ફળની રેંકડીવાળા નવ સામે ગુન્હો નોંધાયો છે. કારણવગર રોડ પર ઉભા રહેલાં ચાર સામે પણ કાયદાકીય કાર્યવાહી કરાઈ છે.

જામનગર સહિત રાજયભરમાં આપવામાં આવેલ અનલોક-૩ માં વેપારીઓને રાત્રીના આઠ વાગ્યા સુધી જ પોતાના વ્યાપારી સંસ્થાનો ખુલ્લા રાખવાનો હુકમ હોવા છતાં કેટલાક વેપારીઓ સમયમર્યાદાનો ભંગ કરી પોતાની દુકાનો ખુલ્લી રાખતા હોય પોલીસ કાર્યવાહી કરી રહી છે જેમાં ગઈકાલે નગરના ઈન્દિરા રોડ જકાત નાકા પાસે કનૈયા પાન એન્ડ કોલ્ડડ્રીંક નામની દુકાન ૫ોણા નવ વાગ્યા સુધી ખુલ્લી જોવા મળતા પોલીસે તેના સંચાલક જયેશ પાલાભાઈ આહિર સામે ગુન્હો નોંધ્યો છે.

ઉદ્યોગનગર રોડ પર હિરેન શંકરભાઈ ભકકડ નામના રેંકડીધારકને ત્યાં પોતાની નોનવેજની રેંકડી મોડે સુધી ચાલુ રાખી હતી જયારે શંકરટેકરીમાં હારૃન ઉંમરભાઈ ખફીએ પણ પોતાની નોનવેજ રેંકડી સમયમર્યાદાનો ભંગ કરી ખુલ્લી રાખી હતી. ગોકુલનગરમાં અરવિંદભાઈ ખીમાભાઈ આહિરે સમયમર્યાદાનો ભંગ કર્યો હતો અને ગોવિંદભાઈ દાનાભાઈ આહિર પણ નવ વાગ્યા સુધી પોતાની કનૈયા ડેરી એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાને હતા. પ્રકાશ ઠાકરશીભાઈ કોળીએ જય માતાજી ચીપ્સ નામની રેંકડી યથાવત ચાલુ રાખી હતી.

રડાર રોડ પર રાજેશ લખમણભાઈ આહિરે પોતાની ફળની રેંકડીએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું. બર્ધનચોકમાં અફઝલ યુનુસ મુલાએ પણ પાંચથી વધુ લોકો પોતાની રેંકડીએ એકઠા કર્યા હતાં. નજીકમાં જ નાસ્તાનું વેંચાણ કરતા હુશેન અબ્દુલ મુલાએ તેમજ શંકરટેકરીમાં રજાનગરમાં ચા ની કેબીન ચલાવતા સકીલ યુનુસ ગઢકાઈ તથા સમર્પણ સર્કલ પાસે કરશનભાઈ મેરામણભાઈ આહિરે પોતાની પાનની કેબીને માણસો એકઠા કર્યા હતાં. સત્યમ કોલોનીમાં મનસુખભાઈ ગોવાભાઈ વાઘેલાએ ફળની રેંકડીએ તેમજ બેડી રીંગરોડ પર આદિત્ય વેજીટેબલ નામની દુકાનવાળા ધર્મેન્દ્ર રામનરેશ કુશવાહાએ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. ખોડીયાર કોલોની પાસે દિપક રામજીભાઈ પટેલે તેમજ દિગ્વીજય પ્લોટ ૪૯ માં જાફર કાદરભાઈ વાઘેરે રેંકડીએ વધુ માણસો ભેગા કર્યા હતાં. સત્યમ કોલોનીમાં રાજ ભરતભાઈ દેવીપૂજક અને સુરેશ રમણીકભાઈ ગંઢા પણ ગ્રાહકોની રેંકડીએ ભીડ જમાવીને ધંધો કરતા હતાં. તે ઉપરાંત ખોડીયાર કોલોનીમાં જયસુખ વિનોદભાઈ વણકર, સમીર ફીરોઝભાઈ બ્લોચ તેમજ ગોકુલનગરમાં ડાયાભાઈ માંડણભાઈ સતવારા, ગોરધનભાઈ નેણશીભાઈ સતવારા કારણવગર રોડ પર ઉભા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી ગુન્હો નોંધ્યો હતો.

કોરોનાથી વધુ દર્દીઓનાં મોત: જિલ્લામાં ૮૦ પોઝિટિવ કેસ

જામનગર સરકારી ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓએ આજે સવારે જી.જી. હોસ્પિટલના બિછાને દમ તોડ્યો છે, જ્યારે ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓના પણ આજે સવારે મૃત્યુ નિપજ્યા છે. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં શહેરી વિસતારના ૭૪ દર્દી અને ગ્રામ્ય વિસ્તારના ૬ મળી ૮૦ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે કુલ ૬૩ દર્દીની તબિયતમાં સુધારો થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓના આજે સવારે મૃત્યુ નિપજ્યા હતાં, જ્યારે ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ સારવાર લઈ રહેલા બે દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતાં, જે ચારેય મૃતદેહોને હાલ જી.જી. હોસ્પિટલના કોલ્ડરૃમમાં રાખ્યા છે અને મોક્ષ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા પરિવારજનોને સાથે રાખીને જામનગરના આદર્શ સ્મશાનમાં સમય લઈ અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. જામનગરના તળાવની ૫ાળ પાસે આવેલા રઘુવીર એપાર્ટમેન્ટમાં છ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, પાંચ માળ અને ત્રીસ જેટલા ફ્લેટ ધરાવતા રઘુવીર એપાર્ટમેન્ટમાં છ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ વિસ્તારમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.