કોઈ પણ વસ્તુઓની કમી નથી, આત્મવિશ્વાસ સાથે કોરોના સામે લડીશું:ડો. હર્ષવર્ધન

0
34

કોરોના વાયરસના વધતા જતા કેસોની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધનએ એઈમ્સ ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાંની આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ સમય દરમિયાન તેમણે એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા સાથે ખાસ મુલાકાત કરી હતી. બાદમાં પત્રકારો સાથે વાત કરતાં ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે, “દેશભરમાં કેસની સંખ્યા વધી રહી છે. મેં હોસ્પિટલોમાં જઇને ડોકટરો સાથે વાત કરી, અને મને જાણવા મળ્યું કે આપણે વધુ તૈયારીઓ કરવાની જરૂર છે.”

 


સમાચાર એજન્સી ANI અનુસાર, ડો. હર્ષ વર્ધનએ કહ્યું કે, “2020 ની તુલનામાં 2021 માં કેસની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, મારા કરતા 100% વધુ અનુભવ ડોકટરો પાસે છે. છેલ્લા એક વર્ષમાં આપણે આ રોગની ગંભીરતાને ખૂબ સારી રીતે સમજી ગયા છે. આપણની પાસે આ બીમારી સામે લડવા માટે પહેલાં કરતા વધારે આત્મવિશ્વાસ છે. કેન્દ્ર સરકાર પાસે વેન્ટિલેટર જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પરંતુ કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા વેન્ટિલેટરની માંગ કરવામાં આવી નથી. અમે ઘણા રાજ્ય સરકારોને જે વેન્ટિલેટર આપ્યા છે, તે બધાનો ઉપયોગ કરી શક્યા નથી. આપણી પાસે કોઈ પણ વસ્તુની અછત નથી, અનુભવ પણ પૂરતો થઈ ગયો છે, ટેક્નિક અને પરીક્ષણ સુવિધાઓ પણ પર્યાપ્ત છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here