ગામડાનું ગણિત કામ કરે એવો જ સરપંચ હોવો જોઈએ…..!

ચાયતી લોકતંત્રની મુખ્ય ધરોહર એવા ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂકયા છે ત્યારે આખો દિવસ કામ અને રાત્રે આરામ ખેતીમાં ગ્રામ્ય સમાજ-જીવનમાં પાંચ વર્ષે એક વાર આવતી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નું રાજકારણ શિયાળાના આગમન ના સમયમાં જ ગરમાવા લાગ્યું છે ત્યારે મોટા બેનર વાળા રાજકીય પક્ષો વધુમાં વધુ ગામડાઓમાં પોતાના જ સરપંચો હોવા માટે પ્રયત્નશીલ થઈ ગયા છે ત્યારે ગ્રામ્ય મતદારો માટે ગામના સરપંચ પસંદ કરવાના ક્રાઈટેરિયા વ્યક્તિગત અભિગમ અને સામૂહિક હિત જાને રાખવાની તાસીરમાં બહુ ફરક પડતો નથી.

પક્ષના રાજકારણથી પર ગ્રામ્ય વિસ્તારમાં ગામના વિકાસ કામો અને સરકારી કચેરીઓમાં આપતી આફત અને મુશ્કેલીના સમયમાં ગ્રામજનોની પડખે ઉભા રહી કામ પાર પાડી દે તેવા પાણીયારા જનપ્રતિનિધિ ને જ જવાબદારી સોંપવી જોઈએ. તેઓ ગ્રામ્ય મતદારોનો અભિગમ દરેક વખતે મોટા મોટા રાજકીય પક્ષોને પણ ગામના કામ કરતા યુવા અને અનુભવી જાણીતા લોકોને સરપંચના ઉમેદવાર બનાવવા માટે મજબૂર કરી દે છે

ગામડાનું રાજકારણ સાવ સરળ અને પરિણામદાયી અને ચોક્કસપણે કમિટમેન્ટને વળેલું હોય છે જે આગેવાન પોતાના ગામનું પાણીયારુ પ્રતિનિધિત્વ કરે તેને સરપંચ બનાવવો ગ્રામ્ય મતદાર માટે એક જ મુદ્દાનો કાર્યક્રમ રહે છે, એટલે કોઇપણ પક્ષના મેન્ડેટ વગર મેદાનમાં ઉતરીને ગામલોકોના સમર્થનથી સરપંચ બનનારને આવકારવા દરેક પક્ષો લાઇન લગાવે છે.

સૌથી મોટી લોકશાહી મહાપંચાયત રાજમાં પાંચ વર્ષમાં નાગરિકોને પોતાના મતાધિકાર વાપરવાનો અવસર મળે છે. ગામ પંચાયત ચૂંટણી સંપૂર્ણપણે ગામ હિતમાં મહદંશે ગ્રામજનોના સામૂહિક નિર્ણયના આધારે મતદાન થતું હોય છે અને મતદારોના આ જનહિત અને ગામ હિતના અભિગમથી રચવામાં આવતી પંચાયતો વિધાનસભા અને લોકસભામાં તમામ રાજકીય પક્ષોને છેવાડાના ગામની ચિંતા કરવાની એક નવી દિશા આપે છે આમ ગ્રામ પંચાયતની ચૂંટણી દેશના પંચાયતી રાજના સુદ્રઢીકરણનો પાયો ગણાય.