Abtak Media Google News

ડિસે. ૨૦૨૩ પહેલા ૮૦૦ કિ.મી.ના કામો પૂર્ણ કરવાનું પશ્ચિમ રેલવેનું લક્ષ્ય

દ્વારકા જામનગર વિસ્તારમાં રેલવેના કામોનું નિરીક્ષણ કરતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક ક્નસલ

રાજકોટ-કાનાલુસ વચ્ચે ૨૦૨૪ પહેલા રેલવેની ડબલ લાઈનનું કામ પૂર્ણ થઈ જશે. તેમ દ્વારકા, જામનગરની મુલાકાતે આવેલા પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક ક્ધસલે અત્રે જણાવ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૩ પહેલા ૮૦૦ કિ.મી.ના કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આજે વાર્ષિક ઇન્સ્પેક્સન અર્થે જામનગર  આવી પહોંચ્યા હતા અને રેલવે સ્ટેશન ઉપર ઇન્સ્પેક્સન કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ કાનાલુસ વચ્ચે વર્ષ ૨૦૨૪ પહેલા ડબલ લાઈનનું કામ પૂર્ણ થવાની શક્યતા છે.

Img 20201208 Wa0086

વેસ્ટન જનરલ મેનેજર આલોક ક્ધસલે દ્વારકાથી ઇન્સ્પેક્શન શરૂ કર્યું હતું. અને તેઓ જામનગર રેલ્વે સ્ટેશન આવી પહોંચ્યા હતા .જ્યાં તેમણે રેલવે સ્ટેશન ઉપર ઇન્સ્પેકશન કર્યું કર્યું હતું ત્યાર પછી તેઓ જામનગર થી રાજકોટ સુધી ટ્રેન મારફત ઇન્સ્પેક્શન માટે રવાના થયા હતા

જામનગરમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ગઈકાલથી રાજકોટ રેલવે ડિવિઝનમાં ઇન્સ્પેકશન માટે આવી પહોંચ્યા છે અને દ્વારકાધીશ ઇન્સ્પેક્શન શરૂ કર્યું હતું ખાસ કરીને રાજકોટ ડિવિઝનમાં ચાલતા કામ અંગે વિગતો મેળવી હતી. સ્ટેશન પરના ઓવરબ્રિજ, એસ્કેલેટર વગેરે ના  કામની તો ગતી શુ છે ? તે અંગેનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.

આ પછી તેમણે સાંસદ સભ્ય પૂનમબેન માડમ સાથે પણ મિટિંગ કરી હતી જ્યાં સાંસદ દ્વારા કેટલાક રેલવે સંબંધી સુચનો તેમને કરવામાં આવ્યા હતા. વેસ્ટન રેલ્વે માં  કુલ ત્રણ હજાર કિલોમીટર કામો બાકી છે જે પૂર્ણ કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. અને ડિસેમ્બર ૨૦૨૩ પહેલા ના ૮૦૦ કી.મી.ના કામ પૂર્ણ કરી દેવાનો લક્ષયાંક  રાખવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

જામનગરના સાંસદના નિવાસ સ્થાનની મુલાકાત લેતા જનરલ મેનેજર ક્નસલ

Img 20201209 Wa0002

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક ક્નસલ ગઇકાલે હાલારની મુલાકાતે આવ્યા હતા દરમ્યાન દ્વારકા ઇન્સ્પેકસનનું કામ પૂર્ણ કર્યા બાદ તેઓ સાંજે જામનગર રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા અને રેલવે સ્ટેશન પર ઇન્સ્પેકસનની કામગીરી પુરી કર્યા બાદ તેઓ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના નિવાસ સ્થાને ગયા હતા જ્યાં હાલાર ના રેલવેને લગતા પ્રશ્નો વિશે વિસ્તુત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.