Abtak Media Google News

બંગાળની ખાડીમાં કાલે સર્જાનારૂ લો પ્રેસશ આખુ સપ્તાહ વરસાદ આપશે: સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક બે થી ત્રણ ઇંચ સુધી વરસાદની સંભવના

મુરજાતી મોલાતને વરૂણ દેવ ઉગારી લેશે: સવારથી મેઘાવી માહોલ વચ્ચે સવારે ઉમરગામમાં બે ઇંચ ખાબકયો

ગુજરાતમાં આ વર્ષે નૈઋયના ચોમાસાનું વહેલું આગમન થયું હતું. આગોતરી પધરામણી બાદ છેલ્લા ર5 દિવસથી રાજયમાં મેઘરાજાએ વિરામ લઇ લેતા ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. દેશભરમાં ચાલતો બ્રેક મોનસુનનો પિરિયડ હવે પુર્ણતાની આરે છે. ચોમાસુ ફરી સક્રિય થઇ રહ્યું છે. ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. રાજયમાં અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી માંડી અઢી ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.

બંગાળની ખાડીમાં લો-પ્રેશર બની રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આગામી સોમવારથી રાજયભરમાં મેઘાનું જોર વધશે આગામી આખું અઠવાડીયુ રાજયમાં મેઘાવી માહોલ રહેશે. અને સાર્વત્રિક બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જશે અમુક સ્થળોએ ભારે વરસાદની પણ શકયતા રહેલી છે.

રાજયમાં ગત 19મી જુનથી મેધરાજાએ વિરામ લીધો છે. ચોમાસાના પહેલા આગમન અને સંતોષકારક વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જ સૌરાષ્ટ્રના મોટાભાગના  વિસ્તારોમાં વાવણી થઇ જવા  પામી હતી જો કે છેલ્લા ર0 દિવસથી રાજયમાં વરસાદ ખેંચાયો છે. જેના કારણે હવે વાવણી નિષ્ફળ જાય તેવી દહેશત  પણ ઉભી થવા પામી છે. દરમિયાન હવે દેશભરમાં ફરી નૈત્રઋનું ચોમાસુ ધીમે ધીમે સક્રિય થઇ રહ્યુ છે.

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. કાલે રાજયના 31 સ્થળો વરસાદ પડયો હતો. વરસાદના પારડીમાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ પડયો હતો. અમરેલી અને વાપીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો આ ઉપરાંત ઉમરગામમાં દોઢ ઇંચ, લીલીયા, સાવરકુંડલા અને ચોટીલામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં પણ સાંજે હળવા વરસાદી ઝાપટા પડયા હતા. આજે સવારથી રાજયભરમાં મેઘાવી માહોલ વચ્ચે ઉમરગામમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે વાપી, પાટડી અને મોરબીમાં જોરદાર ઝાપટા  પડી ગયા હતા.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં આવતીકાલે લો પ્રેસર બને તેવી ખુબ જ સંભાવના છે. આજે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ પડવાની શકયતા છે. આવતી કાલે પણ હળવાથી મઘ્યમ વરસાદ પડશે પરંતુ વિસ્તારમાં વધારો થશે. લો પ્રેશર બન્યા બાદ સોમવારથી રાજયભરમાં વરસાદનું જોશ વધશે અને આખુ અઠવાડીયું મેધાવી માહોલ રહેશે. સૌરાષ્ટ્રમાં આગામી સપ્તાહે સાર્વત્રિત બે થી ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી જશે.

અમુક સ્થળોએ વધુ વરસાદ પણ પડી શકે છે.

રાજયમાં અત્યાર સુધીમાં મૌસમનો કુલ 14-48 વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 12.62 ટકા, ઉતર ગુજરાતમાં 12.91 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 15.15 ટકા સૌરાષ્ટ્રમાં 12.52 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 16.61 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ચોમાસુ ફરી સક્રિય થઇ રહ્યું છે. જે સૌથી સારી વાત છે. કાલે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યા બાદ આગામી આખુ અઠવાડીયું સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસતો રહેશે. મુરઝાતી મોલાતને મેધરાજા ઉગારી લેશે તેવો સાનુધુળ માહોલ સર્જાય રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.