રાજકોટમાં મહિલા દિવસની થશે કઈંક આવી ઉજવણી, યોજાશે ધમાકેદાર ફેશન શો

મહિલા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાશે

રઘુવંશી ફ્રેન્ડસ લેડીઝ કલબ દ્વારા મહિલા દિવસ નિમિતે એક ધમાકેદાર ફેશન શોનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 7-3 ને રવિવારે સાંજે 4 વાગેથી હોટલ કલાસિક (બેન્કવેટ હોલ) 10 માળે સુદર્શન કોમર્શીયલ સેન્ટર લીમડા ચોક ખાતે ફેશન શો યોજાશે. જેમાં સભ્ય માટે ફ્રી એન્ટ્રી છે. અને ગેસ્ટ બહેનો તથા બાળકો માટે ફી રૂ. 100 અને સોલો પરફોર્મન્સ માટે ફી રૂ. પ0 નકકી કરાતા છે.

નામ નોંધાવા માટે જાગૃતિ ખીમાણી (પ્રમુખ) મો. નં. 78780 36141, સીયા પુજાર (ઉપપ્રમુખ) મો. નં. 77790 44935 નો સંપર્ક કરવા જણાવાયું છે.આ કાર્યક્રમમાં ખાસ અમારા આમંત્રણને માન આપીને શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી તથા શ્રીમતિ ભાનુબેન બાબરીયા હાજર રહેશે.

વર્ષ દરમિયાન દર મહિને કબલ દ્વારા ફેશન શો, કુકીંગ શો, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, સમર ટ્રેનીંગ કલાસીસ, ફાર્મ હાઉસ ઉપર પિકનીક, ગુજરાત પિકચર શો, અંતાક્ષરી સ્પર્ધા, રમત ગમત અને મસ્તી તેમજ નારી સન્માન ના અનેક કાર્યક્રમોની વણજારા થાય છે.

આગામી કાર્યક્રમને સફળ બનાવવા મનિષાબેન ભગદેવ, મીનાબેન લાખાણી, પારૂલબેન જોબનપુત્રા, શીતલબેન નથવાણી, આ કાર્યમાં રોનકબેન પારેખ, લીમાબેન પુજારા, પ્રીતીબેન પારેખ તથા કરુણા સોમૈયા જહેમત ઉઠાવી રહ્યા છે.