Abtak Media Google News

આ વર્ષે ચોમાસું સત્રમાં સારા વરસાદની સંભાવના છે. હવામાનની આગાહી કરતી ખાનગી કંપની Skymet Weatherમુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ જૂન-સપ્ટેમ્બરમાં સામાન્ય રહેશે. જૂન-સપ્ટેમ્બર મહિનામાં 75 ટકા વરસાદ આ ચોમાસાથી થાય છે. તેનો સામાન્ય અર્થ એ છે કે, ચોમાસુ સત્રમાં આ વખતે વરસાદ વધુ સારો રહેશે. સ્કાયમેટ વેધર પ્રેસિડેન્ટ (મીટરોલોજી) જી.પી. શર્માએ માહિતી આપી હતી કે, જો આપણે લાંબા ગાળાની સરેરાશની વાત કરીએ તો જૂન-સપ્ટેમ્બરના ગાળામાં એલપીએમાં 103 ટકા વરસાદ પડશે. શર્માએ તેને હેલ્દી સામાન્ય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે,આ ચોમાસા સત્રમાં સામાન્ય ચોમાસાની સંભાવના લગભગ 60 ટકા છે અને સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના માત્ર 15 ટકા છે.

2021મા સતત ત્રીજા વર્ષે સારૂ ચોમાસું

ચોમાસા સત્રમાં જો વરસાદ લાંબા પીરિયડ એવરેજ (એલપીએ) ની 96-104 ટકા જેટલો હોય, તો તે સામાન્ય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો આ વર્ષે જૂન-સપ્ટેમ્બરના ગાળામાં 103 ટકાનો વરસાદ થવાનો અંદાજ આવે તો તે સામાન્ય છે. શર્માના જણાવ્યા મુજબ, 2021 એ સતત ત્રીજો વર્ષ છે, જ્યારે ચોમાસું સારું રહેશે. છેલ્લા બે વર્ષમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો હતો.

2021માં સ્કાઈમેટનું આ છે અનુમાન

•એલપીએમાં જૂનમાં 106 ટકા, જુલાઈમાં 97 ટકા, ઓગસ્ટમાં 99 ટકા અને સપ્ટેમ્બરમાં 116 ટકા વરસાદ થવાની સંભાવના છે.
•જુનમાં સરેરાશ 166.9 મીમી, જુલાઈમાં 285.3 મીમી, ઓગસ્ટમાં 258.2 મીમી અને સપ્ટેમ્બરમાં 170.2 મીમી રહેવાનો અંદાજ છે.
•ચોમાસાની આખી સીઝન (જૂન-સપ્ટેમ્બર) દરમિયાન, એલપીએમાં 110 ટકાથી વધુ વરસાદ થવાની સંભાવના 10 ટકા છે, જ્યારે ચોમાસુ સત્રમાં એલપીએમાં 105-110 ટકા વરસાદ થવાની સંભાવના છે.
•સત્ર દરમિયાન, 96-104 ટકા વરસાદ પડવાની સંભાવના એટલે કે સામાન્ય ચોમાસું લગભગ 60 ટકાની આસપાસ રહે છે.
•એલપીએમાં સામાન્ય કરતા 90-95 ટકા વરસાદ ઓછો થવાની સંભાવના છે, જે ફક્ત 15 ટકા છે.
•એલપીએના 90 ટકાથી ઓછા મતલબ કે,દુષ્કાળની સંભાવના એકદમ શૂન્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.