Abtak Media Google News

જીડીપી, લોકોની વાર્ષિક આવક, ઈન્ટરનેટ, લોકોની આયુ સહિતના મુદ્દા બની રહેશે મહત્વપૂર્ણ

દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે અને દેશને સર્વોચ્ચ શિખર ઉપર પહોંચાડવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે એટલું જ નહીં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે જે માટે તેઓએ મિશન 2030ને અમલી બનાવ્યું છે.

ત્યારે  સરકાર દ્વારા ૧૫ જેટલા ફેરફારો કરવા માટે રિચાર્જ કરી રહ્યું છે જો આ ફેરફાર યોગ્ય રીતે અમલી બનાવવામાં આવશે તો વર્ષ 2030માં ભારત મહાન દેશ બની જશે અને પાંચ મિલિયન ડોલર ઇકોનોમી નહીં 7 ટ્રીલીયન ડોલર સુધી પહોંચી શકશે .

આ છે 15 ફેરફારો જેની અમલવારી દેશને સમૃદ્ધ અને મહાન બનાવશે.

    • દેશનું જીડીપી વર્ષ 2030માં 1 ટ્રીલયન ડોલર રહેશે જે વર્ષ 2020માં 3.3 ટ્રીલિયન ડોલર નોંધાયું હતું.
    • દરેક ભારતીયોની વાર્ષિક આવક બમણી થશે જેમાં વર્ષ 2030માં 1 લાખ રૂપિયા પહોંચશે, જે વર્ષ 2019માં 1.5 લાખ રૂપિયા હતી.
    • વર્ષ 2026માં દરેક ભારતીયો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થઈ જશે, જેમાં વર્ષ 2026માં 108 ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરશે જે વર્ષ 2019માં 43 ટકા લોકો ઉપયોગ કરતા હતા.
    • ભારતની વસ્તી વર્ષ 2030માં 50 બિલિયન હશે જે 2019માં 1.37 બિલિયન હતી.
    • આગામી વર્ષ 2030 સુધીમાં ફર્ટિલિટી રેટ 2 બાળકો સુધી આવી પહોંચશે.
    • લોકોની આયુ વર્ષ 2030માં 72 વર્ષની રહેશે જે વર્ષ 1947માં 35 વર્ષની હતી.
    • ઇલેક્ટ્રિક પાવર કન્ઝમ્પસન વર્ષ 2030માં 1762 કિલોવોટ રહેશે જે વર્ષ 2014માં 805 કિલોવોટ હતું.
    • સાવજોની સંખ્યા 1000 થવાની આશા સાથે વાઘની પણ વસ્તી વધશે.
    • ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ જોવા મળશે વધારો. જે વર્ષ 2030માં 2 કરોડ રહી શકશે.
    • વિદેશ જવા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં થશે વધારો. વર્ષ 2030માં 3 લાખ વિધાર્થીઓ વિદેશ અભ્યાસ જશે જે વર્ષ18-19 માં 2 લાખ વિદ્યાર્થીઓ હતા.
    • 25 મિલિયન ભારતીયો વિશ્વના જુદા જુદા દેશોમાં સ્થાયી થશે તેવી શક્યતા
    • મોબાઈલ ડેટાના વપરાશ થશે વધારો, વર્ષ 2030માં 2 જીબી ડેટા વપરાશે, જ્યારે વર્ષ 2018માં 9.8 જીબી ડેટા વપરાતો.
    • વર્ષ ૨૦૩૦ મા દર ૧૦માંથી એક ભારતીય આવકવેરા ભરશે જે હાલની સ્થિતિએ દર 20 માંથી એક ભારતીય ભરી રહ્યો છે.
    • આગામી વર્ષ 2030માં મર્ડર રેટમાં પણ થશે ઘટાડો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.