Abtak Media Google News
  • માન મેળવવું હોય તો માન આપતા શીખો ,સંબંધોની ગરીમા અને મીઠાશ એકબીજાના આદર થી જ વધે છે

અબતક રાજકોટ

સમાજમાં ઘણા એવા નસીબદાર લોકો હોય છે કે તે જ્યાં જાય ત્યાં તેમને માન પાન મળે છે સમાજમાં આદર અને માનસન્માન મેળવવા માટે શું કરવું એવા તો કયા રહસ્યો છે કે જે સમાજમાં માન મોભો વધારે છે દરેકને આ બાબતે ઉત્કંઠા હોય છે ત્યારે માન મેળવવા માટે પણ વ્યક્તિત્વમાં ઘણા ગુણ આવશ્યક હોય છે અનેક વ્યક્તિઓમાં એવા ગુણ હોય છે જે તેમને સમાજમાં અન્યથી અલગ પાડી દેતા હોય છે તમે પણ એવા બની શકો સંબંધો ની ખેતી માં બબલક આદરના ફળ મેળવવા માટે અહીં આપેલી સાત આદતો તમે કેળવી લો તો તમે પણ સમાજમાં ભારે ભારે થઈને રહો

1 નિષ્ઠાવાન બનો

સમાજમાં આદરપાત્ર બનવા માટે નિષ્ઠાવાન બનવું જરૂરી છે, વચન બદ્ધતા, આપેલા વાયદા પૂરા કરવા અને જવાબદારી અને કામને પૂરેપૂરું ન્યાય આપવાની પ્રતિબધતા વ્યવહારીક અને વ્યક્તિગત જીવનમાં લોકોને માન અપાવે છે ,અને તમે આપેલું વચન તમે પૂરું કરો છો તેવી શ્રદ્ધા લોકોમાં ઊભી થાય છે ,નિષ્ઠા વચન પાલનતા સંબંધોને વધુ ગાઢ બનાવે છે અને તમારો આ સ્વભાવ તમારી કીર્તિ વધારે છે ,1એક વખત સારા અનુભવ મેળવનાર લોકો તમને વારંવાર જ્યાં મળે ત્યાં માન આપતા થાય છે

2 બીજાને આદર આપો

આદર મેળવવાના બે પરસ્પર રસ્તા હોય છે તેમાં કોઈ પદ વ્યક્તિ વિશેષ કે ઉંમરનો બાદ હોતો નથી તમે તમામને આગળ આપો તેમાં વ્યક્તિના પદ કે ઉંમરનો કોઈ ભેદ રાખવામાં તમારી ભલમ સાહેબ અને અન્યને આદર આપવા ની તમારી આદત તમારા માટે તમારી ગેરહાજરીમાં પણ તમારા તરફનું આદરભાવ ઊભું કરશે, આદર મેળવવા માટે આદર આપવું જોઈએ, બીજાને આદર આપશો તો તમારી કીર્તિ અને માન આપોઆપ વધશે

3 સામેવાળાની વાત ધ્યાનથી સાંભળો

માન એવી વ્યક્તિને જ મળે છે જે માન આપવાના લાયક હોય, તમે કોઈપણ વ્યક્તિ તમને વાત કહેતો હોય ત્યારે તેની વાત ધ્યાનથી સાંભળવાની ટેવ રાખો .અને તેને એવી પ્રતીતિ કરાવી દો કે તમે તેની વાતમાં સંપૂર્ણપણે રસ ધરાવો છો.  તમને તેની વાત અને વિચાર ખૂબ જ ગમે છે. અને તેની વાત સાચી છે તેઓ તેને ભરોસો આપો. તમામને સાચા અને સારા સાંભળવા વાળા ખૂબ ગમે છે ધ્યાનથી વાત સાંભળવાની તમારી આદત સામેવાળાને તમારા પ્રત્યે પોતીકા ભાવની લાગણી ઉભી કરે છે અને જ્યાં પોતાવટ આવે ત્યાં આપોઆપ માનની લાગણી ઉભી થાય

4 સ્પષ્ટ સંવાદ અને આદર પાત્ર વ્યવહાર રાખો

મનુષ્ય સામાજિક પ્રાણી છે તે સમાજમાં રહેવા બંધાયેલું છે ત્યારે બે વ્યક્તિ વચ્ચે સંવાદ જરૂરી છે તમારે પણ એકબીજાના વ્યવહારમાં સ્પષ્ટ વક્તા અને સામેવાળા વ્યક્તિ સાથે સાલસતાથીથી વાતચીત કરવી જોઈએ સ્પષ્ટ સમાજ અને સાલસતાથી બે વ્યક્તિઓ વચ્ચે ગેરસમજ થેન્ક્યુ થતી નથી અને તમારો અને સામેવાળાનો આત્મવિશ્વાસ વધે છે ત્યાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ હોય ત્યાં આદર અને સન્માન આપોઆપ આવી જાય

5 લાગણી શાહનુંભુતી વ્યક્ત કરો

તમામ વ્યક્તિને પોતાના પ્રત્યે વ્યક્ત થતી લાગણી ગમે છે તમે તમારા સંબંધો સાથે લાગણી પૂર્વક વર્તો અને તમને તેના પ્રત્યે સહાનુભૂતિ છે તેઓ તેને અહેસાસ કરાવો સહાનુભૂતિનો અહેસાસ કરાવવાથી એક આ બીજા વચ્ચે ના સંબંધો વધુ ગાઢ બને છે માન મેળવવા માટે માન આપવું પડે તેવી જ રીતે તમે કોઈ પ્રત્યે લાગણી રાખો તો સામે વળો વ્યક્તિ પણ તમારી સાથેલાગણીથી જોડાશે

6 નીતિમતા અને સિદ્ધાંત જાળવી રાખો

સમાજમાં દરેક ને સારા વિચારો અને સિદ્ધાંત ગમતા હોય છે તમારે સમાજમાં માન મેળવવું હોય તો કોઈપણ પરિસ્થિતિમાં તમારા સિદ્ધાંત સાથે બાંધછોડ ન કરવાની મક્કમતા કેળવો હંમેશા સત્યની સાથે રહો. સિદ્ધાંતો અને વળગી રહો સિદ્ધાંતોને જાળો રાખનાર પ્રત્યે સમાજમાં વિશ્વાસ ઉભો થાય છે લોકો નીતિમત્તા રાખનાર વ્યક્તિને માન ની નજરે જુએ છે કોઈ પણ પડકાર અને મુશ્કેલીઓ વચ્ચે પણ આત્મવિશ્વાસથી સિદ્ધાંત જાળવી રાખનારને કીર્તિની સાથે સાથે માન સન્માન પણ મળે છે

7 લાગણી અભિવ્યક્તિ નો સાચો પ્રતિસાદ આપો

હંમેશા સામાજિક વ્યવહાર લાગણી અને ઉપકાર પ્રત્યે સાચો પ્રતિસાદ આપતા શીખો તમારો પ્રતિસાદનો આ ગુણ તમને સર્વ સ્વીકૃત બનાવશે અને લોકો માં એવી છાપ પડશે કે તમે જે કહો છો તે કરો છો. પ્રતિસાદ આપવાથી વ્યક્તિ વિકાસની સાથે સાથે સમાજમાં આદર ભાવનું વાતાવરણ ઊભું થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.