Abtak Media Google News

21મી સદીમાં લોકો પોતાના કામને લઈને ખૂબ જ વ્યસ્ત હોય છે. એક દિવસ પણ પોતાના પરિવાર સાથે શાંતિ પૂર્ણ વિતાવી શકતા નથી. ત્યારે વર્ષમાં એક વાર આપણે પોતાની ફેમેલી સાથે ટુર પ્લાન કરતાં હોઈએ છીએ. આ ફેમેલી ટુર સામાન્ય રીતે લોકો કોઈ હિલ સ્ટેશન, કોઈ શાંત જગ્યા અથવા કોઈ ઇકો ફ્રેન્ડલી જગ્યા શોધતા હોય છે. જ્યાં તેમણે શુદ્ધ હવા પણ મળી શકે. ભારતમાં આવી ઘણા ફરવાલાયક સ્થળો છે. જ્યાં આપણે પરિવાર સાથે  મોજ-મસ્તી કરી શકીએ અને વાતાવરણનો લૂફત પણ ઉઠાવી શકીએ. તો જાણીયે ભારતની ઇકો ફ્રેન્ડલી જગ્યાઓ વિશે જ્યાં તમે વાતાવરણનો આનંદ માણી શકશો.

 લાહોલ-સ્પીતિ

Screenshot 6 4

લાહોલ-સ્પીતિ એ પર્યાવરણપ્રમિઓ માટેની સર્વશ્રેષ્ઠ જગ્યા છે. લાહૌલ અને સ્પીતી બંને ટ્રેકિંગ માટે ખૂબ સરસ છે અને અહીં તમને કુદરતી સૌંદર્યની આહ્લાદક નજારો પણ જોવા મળશે. અહીં તમે ઉચ્ચ શિખરો, હિમનદીઓ અને ધોધનું મનોહર દૃશ્ય પણ જોવા મળશે.

કુર્ગ કર્ણાટક

872B53E6C1B7Ba53Ba69083Ef5Ff94Bc

 કુર્ગ કર્ણાટકમાં સ્થિત એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. અહીં વરસાદને કારણે બધે હરિયાળી જોવા મળે છે. અહીંની સુંદરતા કોઈ યુરોપિયન હિલ સ્ટેશનથી ઓછી નથી. અહીં મનમોહક કુદરતી નજારા જોવા મળે છે. જેના કારણે તેને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. વરસાદની ઋતુમાં અહીંનું દ્રશ્ય ચારે કળાયે ખીલી ઉઠે છે. જો તમે પણ રજા પર હિલ સ્ટેશનમાં જવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે આ ખૂબ સારો વિકલ્પ હોઈ શકે.

થેંમાલા, કેરળ

Thenmala 04 26122018084207 21032019061618

 કેરળનું થેંમાલા દેશનું એક અદભુત ફરવા લાયક સ્થળ છે. વિશ્વ પર્યટન સંસ્થા દ્વારા થેનમલાને દુનિયાના પસંદીદાર ઈકો ફ્રેન્ડલી સ્થળોમાં પસંદ કરવામાં આવ્યું છે. શેનકોટ્ટા રોડના જંકશન પર સ્થિત, થેંમાલાને ભારતનું પહેલું પર્યાવરણ સ્થળનું ગૌરવ મળ્યું છે. અહીં 10 ઇકોટ્યુરિઝમ સ્થળો છે. જેમાં તિરુવનંતપુરમ, પઠાણમિતિ અને કોલ્લમ જિલ્લાઓની પ્રખ્યાત પર્વતમાળાઓ શામેલ છે. તેનમાલાનો અર્થ મધનો પર્વતછે. આ ક્ષેત્રમાંથી ઉચ્ચ ગુણવત્તા વારા મધની નિકાસ કરવામાં આવે છે. આસપાસના ગાઢ જંગલોમાંથી જે લાકડું મળે છે, તેની દેશભરમાં માંગ છે.

 કોખોનોમા, કોહિમા

Screenshot 8 3

 કોખોનોમા કોહિમાથી 20 કિમી દૂર સ્થિત છે. આ ગામ ખીણોની વચ્ચે આવેલું એક દમ કુદરતના ખોળે આવેલું ગામ છે. આ ગામ એશિયાનું હરિયાળું ગામ છે. આ ગામમાં પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સાથે, 250 થી વધુ જાતિના છોડ પણ અહીં જોવા મળે છે. રજાઓમાં આ ગામની એક વાર તો મુલાકાત લેવી જોયે.


કાંચનજંઘા રાષ્ટ્રીય
 ઉદ્યાન

Compressed Mbqe

કાંચનજંઘા રાષ્ટ્રીય  ઉદ્યાન, સિક્કિમમાં ફરવા માટેનું એક સૌથી પ્રખ્યાત સ્થળ છે, દર વર્ષે હજારો પ્રવાસીઓનું  અહિ મુલાકાત લેવા માટે આવે છે. કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાનની ચારે બાજુ ઉતમ સૌંદર્ય જોવા મળશે.

પરાગપૂર, હિમાચલપ્રદેશ
13Pragoverview

કાંગડામાં સ્થિત પરાગપુર હિમાચલ પ્રદેશનો એક સુંદર શહેર છે, જેનો પ્રકૃતિક સુંદરતા અને સાંકૃતિક આકર્ષણોના કારણે વખણાય છે. પરગપુરને ભારતનું પ્રથમ હેરિટેજ વિલેજ ઓન કહેવામા તે પહાડી સ્થિર સમુદ્ર તળિયેથી 610 મીટરની ઊંચાઈ પર સ્થિત છે.  અહીં આખા વર્ષ દરમિયાન ખુશનુંમા મોસમ રહે છે, તેથી અહીં પ્રવાસીઓ યાત્રા કરવાનું વધુ પસંદ કરે છે.

કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન

Screenshot 9 1
કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં સ્થિત છે, તે મધ્ય ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને આવા ઘણા જંગલી પ્રાણીઓના નિવાસ માટે પ્રખ્યાત છે. કાન્હા નેશનલ પાર્ક મધ્ય પ્રદેશ રાજ્યના માંડલા જિલ્લામાં આવેલું એક એવું શહેર છે જે અહીંની મુલાકાતીઓને તેની કુદરતી સૌંદર્યથી આનંદ કરે છે.

મોલીનોન્ગ મેઘાલય:

Images 1 3

આ ગામ ઘણા વર્ષોથી સ્વચ્છતા માટે પ્રખ્યાત છે. તેથી તેને ભગવાનનો બગીચો કહેવામાં આવે છે. પુલ ઝાડના મૂળમાંથી બનાવવામાં આવે છે આ ગામમાં વૃક્ષોના મૂળથી પુલ બનાવવામાં આવ્યા છે. ટ્રેકિંગ માટે પણ આ સ્થળ અત્યંત વિશેષ છે.

મેલઘાટ ટાઇગર રિઝર્વ, મહારાષ્ટ્ર:

2018111763 Olwcuj0Jmls3Uuqswcjdw6Pa9Spa3Xd9637N6Rgyoa
મેલઘાટ ટાઇગર રિઝર્વના ભાગ રૂપે
, ગુગમલ નેશનલ પાર્ક મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. મહારાષ્ટ્રમાં તે એકમાત્ર ઉદ્યાન છે જ્યાં હજી પણ વાઘ હાજર છે. ગુગમલ રાષ્ટ્રીય ઉદ્યાન સાતપુરા પર્વતમાળાની અંદર સ્થિત છે જેને ગાવિલગ હિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાર્ક મહારાષ્ટ્રમાં જોવા માટેનું એક સૌથી લોકપ્રિય વન્યપ્રાણી અભયારણ્ય છે, જેમાં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.