Abtak Media Google News

ગાંધીના ગુજરાતમાં દારૂના દુષણને ડામવા માટે ગૃહ રાજ્યમંત્રીની સુચનાથી પોલીસ દ્વારા ધોંસ બોલાવવામાં આવતી હોય છે ત્યારે સુરતમાં બુટલેગરોને પકડવામાં પોલીસને વધુ એક સફળતા મળી છે. સિમેન્ટ ટેન્કરમાં દારૂની હેરાફેરી કરી રહેલા બે લોકોને ઝડપી પાડ્યા છે તેમજ એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતની છે કડોદરા જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતી કે ટલેગરો દારુ ઘુસાડવા માટે ગોવાથી સિમેન્ટ ટેન્કરમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે બાતમીની રાહે પોલીસે ડોદરા જતા સર્વિસ રોડ પાસે રોડ પર આડાશ ઉભી કરી ટેન્કર ઝડપી પાડી પાડ્યું હતું અને કડોદરા જીઆઈડીસી પોલીસે ટેન્કરમાંથી 27.90 લાખનો દારૂ તેમજ ટેન્કર મળી કુલ 40.04 લાખનો મુદામાલ કબજે કર્યો હતો .

સિમેન્ટના જથ્થામાં દારૂનો હેરાફેરી !!

https://twitter.com/ChavdaUmesh20/status/1638768630770053120?t=PI30NtoH12Gk-bvF7B5qew&s=08

પોલીસને બાતમી મળી હતી કે એક આઇસર ટ્રાન્ઝિસ્ટ મિક્સર સિમેન્ટ ટેન્કરમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ દારુનો જથ્થો સિમેન્ટ ટેન્કરની આડમાં ભરીને ગોવાથી મુંબઇ, નાસિક, નવાપુર, વ્યારાના માર્ગે થઇ પલસાણાથી કડોદરા તરફ નેશનલ હાઈવે નંબર 48થી આવવાનો છે ત્યારે પોલીસે ચોખઠું ગોઠવીને ટ્રાન્ઝીસ્ટ મિક્સર સિમેન્ટ ટેન્કરમાં થેલામાં દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસે સિમેન્ટના ટેન્કરમાંથી 27.90 લાખનો દારૂ, 4300 રોકડ તેમજ 12 લાખની કિંમતનું સિમેન્ટનું ટેન્કર અને બે મોબાઈલ ફોન મળીને કુલ 40.04 લાખની મત્તા કબજે કરી હતી. તેમજ આ ઘટનામાં ડ્રાઈવર પપ્પુ મહાવીર શર્મા અને અબ્દુલ રહેમાન રહમતુલ્લા ખાન ની ધરપકડ કરી હતી. તેમજ આ ઘટનામાં દારૂનો માલ મંગાવનાર નાગેન્દ્ર નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.