‘ગીત મારું મનગમતું’માં સાંભળવા મળશે આ ધૂરંધરોને…

ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર દ્વારા રવિવારે  રાત્રે 9 વાગ્યે ભવન કલા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર ગુજરાતી ગીતોનો વિશિષ્ટ કાર્યક્રમ “ગીત મારૂં મનગમતું” રજૂ થશે.

રવિવારે રાત્રે 9 વાગે

ગુજરાતના જાણિતા ગાયક કલાકારો  પુરૂષોત્તમ  ઉપાધ્યાય સહિતના 14  કલાકારો જાણીતા ગુજરાતી  ગીતો ‘સ્વરગુર્જરી’ના સથવારે રજૂ કરશે

ગુજરાતી સંગીતના સંવર્ધન અર્થે ભૂતકાળમાં અનેક મંચસ્થ કાર્યક્રમોનું આયોજન કરી ચૂકેલ સંસ્થા ’સ્વરગુર્જરી’ ના સહયોગથી રજૂ થનાર આ કાર્યક્રમમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, ઉદય મઝુમદાર, જયદીપ સ્વાદિયા, આલાપ દેસાઈ, ધ્વનિત જોશી, સંનિધ શાહ અને આશિત દેસાઈ તેમજ હંસા દવે, રેખા ત્રિવેદી, દિપાલી સોમૈયા, ઝરણા વ્યાસ, હિમાલી વ્યાસ-નાઇક, શ્રદ્ધા શ્રીધરાણી અને હેમા દેસાઇ તેમની પસંદના ગુજરાતી ગીતો પેશ કરશે.

કાર્યક્રમની સંકલ્પના પુરુષોત્તમ ઉપાધ્યાય અને નિરંજન મહેતાની છે. કમલેશ મોતાનું સંયોજન તથા કવિ મેઘબિંદુનો આયોજન સહયોગ આ કાર્યક્રમને સાંપડ્યાં છે.