Abtak Media Google News

મેક અપ કરવો સહુને ગમે છે પરંતુ આપણામાંના ઘણા લોકો રાતના સૂતા પહેલાં મેક અપ કાઢવાની જરા પણ તસ્દી લેતા હોતા નથી. બ્યુટિશિયનોના કહેવા મુજબ ત્વચા પરથી સૌંદર્ય પ્રસાધન દૂર કરવા જરૂરી છે. જેમ મેક અપ કરવાની યોગ્ય પદ્ધતિ છે તેમ તેને દૂર કરવાની પણ ખાસ પદ્ધતિ છે, જે સ્ત્રી અને પુરૂષો બન્નેને લાગુ પડે છે. તો જાણી લો તમે પણ મેક અપ ઉતારવા જોઇતી આ ખાસ ચીજ વસ્તુઓ વિશે.

  • મેક અપ દૂર કરવાની શરૂઆત આઇ મેક અપથી કરવી.
  • સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રિમૂવરથી આઇ મેક અપ દૂર કરવો સલાહ ભરેલું નથી.
  • આઇ મેક અપ દૂર કરવા બેબી ઓઇલનો ઉપયોગ કરવો. એક સ્વચ્છ કોટન બોલ પર બેબી ઓઇલ લઇ તેનાથી આઇ મેક અપ દૂર કરી શકાય.
  • હોઠ પરની લિપસ્ટિક દૂર કરવા પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવો.
  • હળવા ફેસ વોશથી ચહેરો ધોવાથી મેક અપ બરાબર દૂર થાય છે. ફેસ વોશનો ઉપયોગ કરતી વખતે એક વાત ખાસ ઘ્યાનમાં રાખવી કે, ફેસ વોશ હળવું હોવું જોઇએ તેમજ તેને ભાર દઇને રગડવું નહીં.
  • મોટા ભાગના લોકો ચહેરા પરથી મેક અપ દૂર કરતી વખતે ઉતાવળ કરે છે અને ફટાફટ ચહેરો ધોઇ નાખે છે. જેથી ચહેરા પરથી પૂરતો મેક અપ દૂર થતો નથી. તેથી ત્વચાને હાનિ પહોંચે છે તેમજ ડલ થઇ જાય છે અને કરચલી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.