Abtak Media Google News

ટેલિવિઝનની દુનિયામાં હિટ અને ફ્લોપનો માપદંડ TRP દ્વારા નક્કી કરવામાં આવે છે. જે શોને વધુ TRP આવે તે હિટ ગણાય. TRP આવવા પાછળના અમુક મુખ્ય કારણો હોય છે. જેમાં કલાકારનો રોલ મહત્વનો ગણાય છે. હાલમાં સ્ટાર પ્લસ પર આવતી અનુપમા સીરીયલ ખુબ પસંદ કરવામાં આવી રહી છે. તેની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ દર્શકોના દિલ લૂંટી રહી છે.

Anupama
અનુપમા શો TRP રેટમાં પાંચમાં સ્થાને છે. જેમાં અનુપમાનું પાત્ર નિભાવતી અભિનેત્રી રૂપાલી ગાંગુલીનું કામ લોકોને પસંદ આવી રહ્યું છે. આ પાત્ર માટે એક દિવસનાં એપિસોડનાં સાઠ હજાર રૂપિયા રુપાલી ચાર્જ કરે છે. આ પાત્ર રૂપાલી પહેલા બીજી અન્ય પાંચ અભિનેત્રીઓને આપવામાં આવ્યું હતું. ચાલો જાણીયે કોણ હતી આ પાંચ હસીનાઓ

Mona Singh
અનુપમા શોની મુખ્યરોલ માટે પહેલી પસંદ મોના સિંહ હતી. શોના પ્રોડ્યુસર રાજન શાહીએ અનુપમાનો લીડ રોલ સૌથી પહેલાં મોના સિંહને આપ્યો હતો. પણ અમુક કારણો સર મોના સિંહે આ રોલ ના કર્યો. એક્ટ્રેસે આ રોલને કેમ ના પાડી તેનો ખુલાસો નથી થયો.

Gauri Pradhan
પોતાનાં બેબાક અંદાજથી સૌના દિલ જીતનારી ગૌરી પ્રધાનને આ રોલ ઓફર થયો હતો. ગૌરીએ ‘અનુપમા’ માટે સ્ક્રીન ટેસ્ટ પણ આપ્યો હતો. પણ બાદમાં મેકર્સને લાગ્યું કે, આ રોલમાં તે સારી રીતે ફિટ નહીં બેસે. તેથી તેને ગૌરી પ્રધાનના નામ પર ચોકડી મારી.

Sakshi Tanvar
‘બડે અચ્છે લગતે હે’ સીરીયલથી સાક્ષી હિન્દુસ્તાનમાં જાણીતી ચહેરો બન્યો હતો. આ સાથે દંગલ ફિલ્મમાં પણ તેનું કામ નોંધવામાં આવ્યું હતું. અનુપમાનો લિડ રોલ એક સમયે સાક્ષી તંવરને મળ્યો હતો, પણ વેબ અને ફિલ્મ પ્રોજેક્ટ્સને કારણે તેને આ રોલ કરવાની ના પાડી હતી.

Swetaa Tiwari
‘કસોટી જિંદગી કી’ ફેઇમ શ્વેતા તિવારીને અનુપમા નો રોલ ઓફર થયો હતો, પરંતુ તેનાં જુના કમિટમેન્ટ્સને કારણે તે આ શો કરી શકી ના હતી. જલ્દી જ એક્ટ્રેસ રિયાલિટી સો ‘ખતરો કે ખેલાડી 11’ માં નજર આવે છે.

Juhi Parmar
જૂહી પરમારને એક સાથે બે સીરિયલ ઓફર થઇ હતી. તેથી જુહીએ અનુપમા નો રોલ નકારી દીધો હતો. હાલમાં તે ઝીટીવીનાં શો ‘હમારી વાલી ગુડ ન્યૂઝ’માં નજર આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.