Abtak Media Google News

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય એ માટે સરકાર અને ચૂંટણી પંચ દ્વારા અનેક મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી. મતદાન પ્રક્રિયામાં સરકારી કર્મચારીઓની મદદ લેવામાં આવે છે. આ સરકારી કર્મચારીને ચૂંટણી ફરજના ભાગરૂપે નિર્દેશ કરાયેલા સ્થળે હાજર રહેવું ફરજિયાત હોય છે. જો કે કેટલાક ગુટલીબાજ કર્મચારીઓ આ બાબતને ગંભીરતાથી લેતા નથી. જો કે આવા કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આવી જ એક ઘટના જેતપુર તાલુકા તથા રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બની છે.

બનાવની વિગત પ્રમાણે જેતપુર તાલુકા તેમજ રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફરજ પર હાજર ન રહેતા ચાર કર્મચારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી રામદેવસિંહ ગોહિલ તેમજ TDO એન.ડી.કુગશીયા દ્વારા ચારેય કર્મચારી વિરુદ્ધ પગલા લેવામાં આવી રહ્યાં છે.

કોણ છે આ ગેરહાજર રહેલા કર્મચારીઓ

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગેરહાજર રહેલા કર્મચારીઓમાં ગૌરવ અમૃતલાલ શિલું- પટાવાળા- બોરડી સમઢીયાળા, ( 2 ) રાજુભાઇ દેવસુરભાઈ ગઢવી- પટાવાળા જેતપુર, ( ૩ ) વલ્લભભાઈ શામજીભાઈ ખૂટ પ્રથમ મતદાન અધિકારી- જેતપુર, ( 4 ) પરસોતમભાઈ સવજીભાઇ વિરડીયા પટાવાળા- જેતપુર, નો સમાવેશ થાય છે. આ ચારેય કર્મચારીઓએ લોક પ્રતિનિધિત્વ ધારા -1954 ની કલમ -184 અન્વયે પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.