સુંદરતામાં નડતરરૂપ ખીલ અને ડાઘા દૂર કરવા જાણીલો આ ઘરેલુ ઉપાયો

0
202

દરેક નારી પોતાની સુંદરતામાં વધારો કરવા કંઇ ને કંઇ નુસ્ખા અપનાવતી હોય છે. પરંતુ સ્ત્રીની સુંદરતામાં આડખીલીરૂપ બનતા ખીલ અને તેના ડાઘા તેણીને હેરાન પરેશાન કરી દે છે. ખીલ ઉપરાંત ઘણી વખત ચહેરા કે પીઠ પર કાળા ડાઘા પણ જોવા મળે છે. જેનાથી સતત ચિંતિત રહે છે. શા માટે ખીલ થાય છે અને ખીલ તથા તેના ડાઘા દૂર કરવા શું નુસ્ખા અપનાવવા તે જાણીએ.,

ખીલ એ સામાન્ય સમસ્યાં છે જેનો દરેકને સામનો કરવો પડતો હોય છે. મોેટેભાગે ખરાબ લાઇફ સ્ટાઇલ, જંકફુડ, અનિયમિત ભોજન, સ્ટ્રેસ, પ્રદુષણ, ત્વચા અયોગ્ય જાળવણી તેમજ હોર્મોનની અનિયમિતતાને કારણે ખીલ થતા હોય છે. સામાન્ય રીતે ખીલ ચહેરા પર પીઠ પર લાલ કે કાળા દાણા રૂપે થતા હોય છે આ ખીલ સુંદરતાને ઝાંખી પાડે છે. ખીલ મટયા બાદ પણ ઘણીવાર લાંબો સમય તેના ડાઘા રહી જતાં હોય છે. જેમાથી લોકો હંમેશા પરેશાન રહે છે. ઘણી વખત વેકિસંગને કારણે પણ ખીલ થાય છે.

ખીલ કે તેના ડાઘા દૂર કરવા અમુક ધરેલું ઉપાય અજમાવવાથી આ સમસ્યામાંથી મુકિત મળી શકે છે. એલોવેરા એ એક એવું જેલ છે જેનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત એલોવેરા દરેક ઘરમાં સળતાથી મળી પણ રહે છે. એલોવેરામાં એન્ટિ બેકટેરિયલ ગુણ હોય છે જેનાથી ત્વચાની દરેક સમસ્યા દૂર થવાની સાથે સ્કિન ચમકે અને ઠંડક પણ મળે છે. ખીલના ડાઘા દૂર કરવા બેકિંગ સોડા ઉપયોગમાં લઇ શકાય, બેકિંગ સોડામાં એન્ટિ ઇન્ફલેમેટરી ગુણ હોય છે. અને તે સ્કિન પોર્સને સાફ કરે છે તેનો નિયમિત ઉપયોગ કરવાથી ડાઘા દૂર થશે. આ ઉપરાંત હળદર અને નારિયેળ તેલ સાથે ભેળવી પેસ્ટ લગાવવાથી સ્કિન પોર્સ સાફ થશે અને ડ્રાયનેસ દૂર થશે ખીલ ન થાય તે માટે અમુક આદતો દૂર કરવી જોઇએ. જેમ કે કોઇપણ જાતની કસરત પછી તરત સ્નાન ન કરવું જોઇએ, કોઇપણ સ્કિન પ્રોડકટસ વાપરતા પૂર્વે તેને યોગ્ય ચકાસી ત્યારબાદ વાપરવી જોઇએ.

ખીલનો વારંવાર સ્પર્શ ન કરવો જોઇએ તેમજ ખંજવાળવાથી પણ નિશાન ફેલાય શકે છે. તડકામાં બહાર જતી વખતે સ્કિનને અવશ્ય કરવું આ ઉપરાંત પાણી ભરપુર માત્રામાં પીવું જે સ્કીન માટે ખુબ ફાયદારુપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here