યે ક્શમીર હૈ…આતંકીના જનાજામાં હજારો કાશ્મીરીઓ ઉમટ્યા!

kashmir | terrorist | people
kashmir | terrorist | people

હિઝબુલ મુજાહીદીનનો કમાન્ડર આકિબ મૌલવી અને તેનો પાકિસ્તાની સાથી મુઠભેડમાં માર્યા ગયા હતા

જમ્મુ કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં ૧૫ કલાક સુધી ખૂબજ લાંબી ચાલેલી મૂઠભેડમાં બે આતંકી અને એક ભારતીય જવાન માર્યા ગયા હતા બે આતંકી માર્યા ગયા તેમાં એક પાકિસ્તાની હતો અને બીજો કાશ્મીરી હતો. પુલવામાં જિલ્લામાં ટ્રાબમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં હિઝબુલ મુજાહીદીનનો કમાન્ડર આકિબ મૌલવી માર્યો ગયો હતો તેનો મૃતદેહ પ્રશાસને તેના પરિવારને સોંપ્યો ત્યારે ખાસ્સો એવો માનવરમેહરામણ ઉમટી પડયો હતો જાણે કોઈ શહીદે શહાદત વહોલી લીધી હોય તેવું વાતાવરણ ખડુ થયું હતુ.

આટલું ઓછુ હોય તેમ આકીબ મૌલવીના જનાજામાં એટલે કે અંતિમવિધિ હજજારો કાશ્મીરીઓ શેરી ગલીઓમાંથી ઉમટી પડયા હતા ટૂંકમાં આતંકી અને કટ્ટરવાદી જુથોએ કાશ્મીરીઓનું બ્રેઈનવોશ કરી નાખ્યું છે. તેઓ આતંકીને પણ શહીદ સમજી બેસે છે. તેઓ સારા નરસાનો કે દોસ્ત દુશ્મનનો ભેદ પારખી શકતા જ નથી.

આકીબ ઉપરાંત તેનો પાકિસ્તાની સાથી ઉસામા પણ અંધાધૂંધ ગોળીબારમાં માર્યો ગયો હતો સેનાએ ૧૫ કલાક સુધી પુલવામા જિલ્લાનાં ટ્રાલ એરિયામાં ઓપરેશન મિલિટન્ટ કર્યંુ હતુ.

 કેટલાક કાશ્મીરીઓ ‘ગદાર’ છે

પાકિસ્તાન અને કાશ્મીરમાંથી આતંકવાદ ફેલાય છે. અને છતા કેટલાક કાશ્મીરીઓ તેને સપોટ કરે છે. ભારતીય સેનાની ટુકડીઓ સતત જમ્મુ-કાશ્મીરમાં તૈનાત રહે છે. કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને.