Abtak Media Google News

કોરોનામૂકત થયા બાદ પણ ઉદભવી રહેલા અનિંદ્રા, યાદશકિત ક્ષીણ થઈ જવી, માનસિક તણાવ, શારિરીક થાક વગેરે જેવા પ્રશ્નોનું તત્કાલીન નિવારણ જરૂરી

કોરોના વાયરસે વિશ્વ આખામાં ખલબલી મચાવી દીધી છે. કોરોના મહામારીની આર્તિક, સામાજીક, માનસિક એમ દરેક ક્ષેત્રે ગંભીર અસર ઉપજી છે. ધીમેધીમે તમામ ગતિવિધિઓ ફરી શરૂ થઈ જતાં આર્થિક પ્રવૃત્તિઓ તો તેજ બની છે. પરંતુ દર્દીઓને થતી માનસિક અસરમાંથી ઉપજવુ ઘણું મુશ્કેલ છે. બે ત્રણ અઠવાડિયાના સમય ગાળામાં કોરોનાને મ્હાતતો આપી શકાય છે. પણ આ સુક્ષ્મ એવા વાયરસની અસર વ્યાપક અને ઉંડી છે વાયરસ કરતા કોરોનાની લાંબાગાળાની સ્વાસ્થ્ય પરની અસરો અતિગંભીર છે. જેમાં યાદશકિત ક્ષીણ થઈ જવી, અનિદ્રા, શારીરીક-માનસિક થકાણ વગેરેનો સમાવેશ છે.

કોરોના દરમિયાન દર્દીઓ જે મુશ્કેલીનો સામનો કરે છે. તે કોરોના મુકત થયાબાદ પણ કરવી પડી શકે છે. કોરોના વાયરસ શારીરીક રીતે વ્યકિતને અશકત બનાવી જ દે છે પણ આ સાથે માનસિક રીતે પણ નબળા પાડી દે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની ફરિયાદમાં સૌથી વધુ નબળાઈ, માનસિક તણાવ અને અનિદ્રાનાં પ્રશ્નો જોવા મળ્યા છે. નિષ્ણાંતોના મતે આ લાંબાગાળા માટેના પ્રશ્નો હોય, તો તેનો નિકાલ ત્વરીતપણે લાવવો જરૂરી છે. અન્યથા ગંભીર પરિણામો ઉપજી શકે છે.

કોરોના જેટલી ગંભીર અસર સંક્રમણ દરમિયાન પાડે છે તે વયા ગયાબાદ તેના કરતા પણ વધુ અસર પાડે છે. કોરોના વાયરસની સાથે અન્ય બીમારીઓ બાયડીફોલ્ટ છે. એટલે કે કોરોના સંક્રમિતા થયા બાદ માનસિક તણાવ, પૂરતી નિંદ્રા ન થવી, ભૂલવાની બિમારી થઈ જવી તેવા પ્રશ્ર્નો વગર આમંત્રણે આવી જ જાય છે. નિષ્ણાંતોનાં મતાનુસાર, કોરોનાગ્રસ્ત દર્દીઓ અન્યોની સંપર્કમાં આવવાનું ટાળે છે.અને કવોરન્ટાઈન થતા આ સમયગાળો મગજ પર નકારાત્મક અસર પાડે છે. એક અહેવાલ અનુસાર, કોરોના વાયરસના લીધે કાનની શ્રવણશકિત પર પણ અસર પડે છે. આ બધી સમસ્યાઓ તરફ ધ્યાન દોરી તત્કાલીન પણે સારવાર મેળવવી જોઈએ નહિતર આ બીમારીને ‘ઘર’ કરી જતા વાર લાગતી નથી.

આ અંગે ધ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોના બાદના લાંબાગાળાની અસરોમાં અનિંદ્રા, યાદશકિત ઓછી થઈ જવી, સાંધાનો દુ:ખાવો, છાતીમાં દુ:ખાવો, ડીપ્રેશન વગેરે પ્રશ્ર્નો પણ છે. પરંતુ આ લાંગા ગાળાની અસરોમાંથી બહાર નીકળવા હકારાત્મકતા ખૂબ જરૂરી છે. પોઝીટીવ થિકીંગ અને યોગ્ય સારવાર થકી આમાંથી સરળતાથી બહાર નીકળી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.