Abtak Media Google News

નેવીના ત્રીજા એરક્રાફ્ટ કેરિયરની પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે. નેવી ચીફ એડમિરલ સુનીલ લાંબાએ સોમવારે આ વાતની જાણકારી આપી. એડમિરલ લાંબાએ કહ્યું કે 32 જંગી જહાજોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અમે ટૂંક સમયમાં જ 56 જંગી જહાજ અને સબમરિનને સામેલ કરવામાં આવી શકે છે.

એડમિરલ લાંબાએ કહ્યું કે, “તમામ નવા જહાજ મહિલા અધિકારીઓની તહેનાતીને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવશે. અમારી પાસે પહેલાંથી જ વિક્રમાદિત્ય અને કોલકાતા ક્લાસ જેવા જહાજ છે, જે મહિલા અધિકારીઓની તહેનાતીના હિસાબે ઉપયુક્ત છે. ભવિષ્યમાં તમામ જહાજો પર આ સુવિધા હશે.”

નેવીની પાસે હાલ INS વિક્રમાદિત્ય એરક્રાફ્ટ કેરિયર છે. આ જહાજ 2014માં નેવીને મળ્યું હતું. 930 ફુટ લાંબુ આ જહાજ 45,000 ટન વજનનું છે. તે ઉપરાંત 2020માં ભારતમાં બનેલું પહેલું એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત નેવીમાં સામેલ થઈ જશે. 860 ફુટ લાંબા આ જહાજ 40 હજાર ટન વજનનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.