ટેકસ બ્રાંચે ત્રીજુ નેત્ર ખોલ્યું: ૩૦ મિલકતો સીલ

rajkot | tax
rajkot | tax

સેન્ટ્રલ ઝોનમાં ૧૬, વેસ્ટ ઝોનમાં ૯ અને ઈસ્ટ ઝોનમાં ૫ રીઢા બાકીદારોની મિલકતને અલીગઢી તાળા ઝીંકી દેવાયા: ટેકસની આવકનો આંક ૨૨૦ કરોડને પાર

રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા શ‚ કરવામાં આવેલી હાર્ડ રીકવરી અંતર્ગત આજે શહેરમાં વધુ ૩૦ રીઢા બાકીદારોની મિલકત સીલ કરી દેવામાં આવી હતી. દરમિયાન ટેકસની આવકનો આંક આજે ૨૨૦ કરોડ ‚પિયાને પાર થઈ ગયો છે.

આજે સેન્ટ્રલ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા શહેરના વોર્ડ નં.૧૪માં મિલપરા વિસ્તારમાં રૂ.૫.૧૨ લાખનો વેરો વસુલવા વાસંતીબેન ચંપકભાઈ પારેખની ૪ દુકાન અને ૧ મકાન સહિત ૫ મિલકત, ગીતા મંદિર રોડ પર મનસાતીર્થ એપાર્ટમેન્ટમાં રૂ.૫.૭૦ લાખનો વેરો વસુલવા ૭ દુકાનો, મીલપરામાં અક્ષર કોમ્પ્લેક્ષમાં રૂ.૧.૫૫ લાખનો વેરો વસુલવા ગજાનંદ કોર્પોરેશન નામની મિલકત, ઢેબર રોડ પર રૂ.૩.૨૪ લાખનો વેરો વસુલવા વાણીજીય ભવનમાં ૧ મિલકત, એસ્ટ્રોન ચોકમાં રૂ.૧.૪૮ લાખનો વેરો વસુલવા, કિંગ્સ પ્લાઝામાં દિનેશભાઈ જીવરાજાનીની મિલકત આ ઉપરાંત યાજ્ઞિક રોડ પર પરફેકટ પોઈન્ટ અને શકિત આર્કેટમાં એક-એક મિલકત સહિત કુલ ૧૬ મિલકતો સીલ કરવામાં આવી હતી.

વેસ્ટઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા કંચન જંધા એપાર્ટમેન્ટમાં મણીબેન જાડેજાની મિલકત, સાગર કોમ્પ્લેક્ષમાં બાબુભાઈ શાહની મિલકત, પેરેમાઉન્ટ પાર્કમાં ૪ મિલકતો, માધવ પાર્કમાં પુંજાભાઈ આહિરની મિલકત સહિત બે મિલ્કતો અને મવડીમાં ગોકુલનગર શેરી નં.૧ પીમ્પી જોર્ગન ઈન્ડસ્ટ્રીઝ નામની એક સહિત કુલ ૯ મિલકતો સીલ કરાઈ હતી. જયારે ઈસ્ટઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ, લાખાજીરાજ ઉધોગનગર, શકિત ઈન્ડસ્ટ્રીઝ ઝોન, રઘુવીર ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં રિકવરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચુનારાવાડ ચોકમાં ગોપાલ કોમ્પ્લેક્ષમાં એક મિલકત, લાખાજીરાજ શ્રમજીવીમાં એક મિલકત અને રઘુવીર તથા સાંઈનાથ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં બે મિલકતો સીલ કરવામાં આવી છે. મ્યુનિ કમિશનર બંછાનિધી પાનીએ એવી કડક સુચના આપી છે કે કોઈ પણ ચરમબંધીને તાંબે થયા વિના ટેકસ રીકવરીની કામગીરી કડક હાથે ચાલુ રાખવી આજે સાંજ સુધીમાં ૧૫૦થી વધુ મિલકતો સીલ કરી દેવામાં આવશે.