- સમગ્ર ભારતીય સિંગલ મોલ્ટ વ્હિસ્કી શ્રેણી માટે એક સીમાચિહનરૂપ વ્હીસ્કી અમૃતે લોન્ચ કરી: મેનેજીંગ ડિરેક્ટર
ભારતીય સિંગલ માલ્ટ વ્હિસ્કી ક્ષેત્રમાં અમૃતએ ભારતની વધતી જતી સંપત્તિ અને પ્રીમિયમાઇઝેશન ડ્રાઇવ પર આધાર રાખી ડિસ્ટિલરે દેશનો સૌથી જૂનો અને દુર્લભ સિંગલ માલ્ટ વ્હીસ્કી લોન્ચ કરી છે. જ્યારે કંપની તેની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે ત્યારે લોન્ચ કરેલી વ્હીસ્કીબિ કિંમત રૂ. 10 લાખથી વધુ છે.
અમૃત જે તેની સિંગલ માલ્ટ વ્હિસ્કી માટે પ્રખ્યાત છે અને સિંગલ માલ્ટ વ્હિસ્કીને વધુ ભારતીયો અને વિશ્વમાં પહોંચાડવા માટે આ ક્ષેત્રમાં અગ્રણી પણ માનવામાં આવે છે. તેણે એક્સપિડિશન લોન્ચ કર્યું છે, જે દેશમાં ઉત્પાદિત સૌથી જૂનો સિંગલ માલ્ટ વ્હીસ્કી છે.
આ અભિવ્યક્તિ 15 વર્ષના અભૂતપૂર્વ પરિપક્વતા સમયગાળામાંથી પસાર થઈ છે, જે ભારતીય વ્હિસ્કી-નિર્માણમાં પહેલાં ક્યારેય ન જોવા મળેલ સીમાચિહ્નરૂપ છે. તેણે સૌપ્રથમ યુરોપમાંથી ખાસ સોર્સ કરેલા શેરી પીપડામાં આઠ વર્ષ ગાળ્યા બાદ સમૃદ્ધ અને ભવ્ય સ્વાદો વિકસાવ્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સથી એક્સ-બોર્બોન પીપડામાં સંક્રમણ કરવામાં આવ્યું છે. જે તેની જટિલતા અને ઊંડાઈમાં વધારો કરશે.
અમૃતનું એક્સપિડિશન ભારતમાં લગભગ રૂ. 10,50,000 એટલે કે અંદાજિત 12 હજાર ડોલર લણી કિંમતે વેચાણ કરવામાં આવનાર છે.
અમૃતની વ્હીસ્કી અત્યંત દુર્લભ અને અનોખી: રક્ષિત જગદાલ
અમૃત ડિસ્ટિલર્સના મેનેજિંગ ડિરેક્ટર રક્ષિત એન. જગદાલેએ આ વ્હીસ્કીને ’ખૂબ જ દુર્લભ, ખૂબ જ અનોખી’ વસ્તુ ગણાવતા જણાવ્યું હતું કે એક્સપિડિશન ઉષ્ણકટિબંધીય આબોહવાની પરિસ્થિતિઓમાં ભારતના ગાર્ડન સિટી બેંગલુરુમાં 15 વર્ષથી પરિપક્વ છે અને તેનું લોન્ચિંગ માત્ર અમૃત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સિંગલ માલ્ટ વ્હિસ્કી શ્રેણી માટે એક સીમાચિહ્નરૂપ છે.
વ્હીસ્કી તો વ્હીસ્કી બોટલ અને બોક્સ પણ કમાલ
અમૃતના એક્સપિડિશનનું દરેક બોક્સ હાથથી બનાવેલ અને પેઇન્ટેડ છે. જેમાં વ્યક્તિગત રીતે કોતરણી અને નંબરવાળી બોટલો છે. બોટલમાં હીરા-કટ ડિઝાઇન છે જેમાં સોનાની કોતરણી કસ્ટમ પેટર્ન બનાવે છે. દરેક યુનિટમાં બેંગ્લોરના સિલ્વરસ્મિથ દ્વારા બનાવેલ ચાંદીના પેગ માપનો પણ સમાવેશ થાય છે. એક્સપિડિશનના બોક્સ માટે ધાતુ અને લાકડાની ડિઝાઇનનું સંકલન કરવું એ એક જટિલ પ્રક્રિયા હતી જેને રિફાઇન કરવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો.