કોરોના કાળ બની ત્રાટકયો રાજકોટમાં 13 વ્યક્તિઓનાં મોત

રાજકોટ જિલ્લામાં અધધ 307 કેસ: સૌરાષ્ટ્રમાં 540 લોકો સંક્રમિત 

રાજકોટમાં ગઈકાલે કોરોનાના રેકોર્ડ બ્રેક 262 કેસ મળી આવ્યા બાદ આજે જાણે કોરોના કાળ બનીને ત્રાટકયો હોય તેમ 13 વ્યકિતઓના કોવીડ કે નોન કોવીડથી મોત નિપજયા હોવાની જાહેરાત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જોકે મૃત્યુ અંગેનો આખરી રીપોર્ટ ડેથઓડીટ કમીટી દ્વારા લેવામાં આવશે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કોરોનાનું સંક્રમણદિન પ્રતિદિન વધી રહ્યુ છે. ગઈકાલેરાજયમાં રેકોર્ડબ્રેક 2640 કેસ નોંધાયા હતા રાજકોટમાં પણ કોરોના રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. શહેર અને જિલ્લામાં 300થી વધુ કેસો મળી આવ્યા હતા ગઈકાલે કોરોનાથી 12 વ્યકિતઓનામૃત્યુ થયા બાદ આજે પણ કોરોનાનો ફુફાડો યથાવત રહેવા પામ્યો છે.

આજે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાથી 13 વ્યકિતઓના મોત નિપજયા હોવાની જાહેરાત હેલ્થ બુલેટીમાં જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં રાજકોટ જિલ્લામાં કોરોનાથી 45 દર્દીઓના મૃત્યુ નિપજયા છે. સૌરાષ્ટ્રમાંકોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય અલગ અલગ ગામડાઓ દ્વારા સ્વયંભુ લોકડાઉનના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાંરાત્રી કરફયુ અમલમાં હોવા છતા કોરોના ઘટવાનું નામ લેતો અને દિન પ્રતિદિન સતત કેસો વધી રહ્યા છે.