કોરોના દર્દી માટે જરૂરી આ 10 ઓક્સિમીટર મળી રહ્યા છે સસ્તી કિંમતે

કોરોના વાયરસે આપણા શ્વસન તંત્ર પર હુમલો કરતા “પ્રાણવાયુ”નું સ્તર એકદમ નીચે સરકી જાય છે. આ માટે વારંવાર ઓક્સિજનનું સ્તર પણ ચકાસવું પડે છે. ત્યારે આને લઈ ઓક્સિજન લેવલ માપવાના સાધનોની માંગ ખૂબ વધી છે. જેને ઓક્સીમીટર કહેવાય છે. આજના કોરોનાકાળમાં આ તબીબી ઉપકરણ ઘરમાં રાખવું જરૂરી બની ગયું છે. જો તમે ઓક્સિમીટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં કેટલાક વિકલ્પો ઓનલાઇન ઉપલબ્ધ છે. જે તમને વન પલ્સના ઓક્સીમીટર રૂપિયા 5 હજારથી પણ ઓછી કિંમતે મળી રહેશે તો આ રહ્યું તેનું લિસ્ટ.


1) હેસ્લી પલ્સ ઓક્સિમીટર: 4,799 રૂપિયામાં ઉપલબ્ધ

હેસ્લેનું આ પલ્સ ઓક્સિમીટર SpO2 અને પલ્સ રેટ માત્ર 5 સેકન્ડમાં આપવાનો દાવો કરે છે. તેમાં OLED ડિસ્પ્લે અને બે AAA બેટરી દ્વારા ચાલે છે.


2) વેન્ડેલે પલ્સ ઓક્સિમીટર: 2,999માં ઉપલબ્ધ

વેન્ડેલે પલ્સ ઓક્સિમીટરમાં LED બેકલાઇટ ડિસ્પ્લે છે. જે SpO2 અને હાર્ટ રેટ માત્ર 8 સેકન્ડમાં બતાવે છે.


3) ડો ટ્રસ્ટ સિગ્નેચર સિરીઝ ફિંગર ટીપ પલ્સ ઓકસમીટર: 4000 રૂપિયામાં ઉપલબ્ધ

ડો ટ્રસ્ટના ઓપ્સુલ ઓકસમીટરમાં LED ડિસ્પ્લે અને SpO2 અને પ્લસ રેટ બતાવે છે. આ વોટર પ્રુફ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


4) હેલ્થસેન્સ એક્યુ-બીટ FP 910 ફિંગરટીપ પલ્સ ઓક્સિમીટર: 2,999માં ઉપલબ્ધ

હેલ્થસેન્સ એક્યુ-બીટ FP 910 ફિંગરટીપ પલ્સ ઓક્સિમીટરમાં OLED ડિસ્પ્લે છે. ઓક્સિમીટરમાં ઓટો સ્લીપ મોડ આવે છે, જે બેટરી બચાવવા માટે ખુબ ઉપીયોગી છે.


5) એક્યુસ્યુઅર FS 20 સી ફિંગર ટીપ પલ્સ ઓક્સિમીટર: 1,999માં ઉપલબ્ધ

એક્યુસ્યુરનું પલ્સ ઓક્સિમીટર, SpO2 સ્તર, હાર્ટ રેટ અને પલ્સ સ્ટ્રેન્થ 8 સેકન્ડમાં બતાવે છે. આ ઉપકરણ બે AAA બેટરી પર ચાલે છે.


6) ડો.વકુ ફિંગરટીપ પલ્સ ઓક્સિમીટર: 2,170માં ઉપલબ્ધ

તેમાં ચારેય બાજુ LED ડિસ્પ્લેની આવે છે. આ ઉપકરણ 6 સેકંડમાં પરિણામ બતાવે છે. તે બે AAA બેટરીને સપોર્ટ કરે છે.

7) મેડિટિવ ફિંગરટીપ પલ્સ ઓક્સિમિટર: કિંમત 3,190 રૂપિયા

મેડિટિવમાં LED ડિસ્પ્લે અને તે વોટર પ્રુફ હોવાનો રણ દાવો કરે છે. તેની બેટરી લાંબા સમય સુધી ચાલે છે.


8) માઇક્રોટેક પલ્સ ઓક્સિમીટર: 2,499માં ઉપલબ્ધ

માઇક્રોટેકનું થીપલ્સ ઓક્સિમીટર એલઇડી ડિસ્પ્લે સાથે ઓટો બ્રાઇટનેસ સિસ્ટમ આવે.


9) ચોઇસમેડ ફિંગર ટીપ પલ્સ ઓક્સિમીટર: કિંમત 2,899 પર ઉપલબ્ધ છે

ચોઇસમેડ ઓક્સિમીટર LCD ડિસ્પ્લે સાથે આવે છે અને બાળકો અને પુખ્ત વયના બંને માટે યોગ્ય હોવાનો દાવો કરવામાં આવે છે.


10) ઓટિકા ફિંગર ટીપ પલ્સ ઓક્સિમીટર બ્લેક ઓરિજનલ પલ્સ રેટ Spo2:કિંમત 2,499 પર ઉપલબ્ધ

ઓટિકાના આ પલ્સ ઓક્સિમીટરમાં ચાર ડિરેશનલ ડિસ્પ્લે છે. તે ઓટોમેટિક પાવર ઓફ મોડ સાથે પણ આવે છે.