42 વર્ષની આ મહિલા 35 દિવસ સુધી ટ્રક ચલાવી જનજાગૃતી સંદેશ પાઠવશે !!

બાઇકર્સ તરીકે વિખ્યાત સુરતની ૪૨ વર્ષીય દાઉદી વ્હોરા મહિલા દુરૈયા તપિયા  તે આગામી ૨૬મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર ભારત મિશનની સાથે જ કોવિડ-૧૯ થી સુરક્ષિત રહેવાના સંદેશોને જનજન સુધી પહોંચાડવા આ દેશવ્યાપી રાઇડનું દુરૈયાએ આયોજન કર્યું છે.

આગામી ૨૬મી જાન્યુઆરીએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ફ્લેગ ઓફ કરશે અને રાઇડની શરૂઆત થશે. રાઇડ દરમિયાન દુરૈયા તપિયા પોતે સતત ૩૫ દિવસ સુધી ટ્રક ડ્રાઈવ કરશે. આ દરિમયાન તે ૧૩ રાજ્યોના ૪૫૦૦ ગામડાઓ અને ૧૦ હજારથી વધુ કિમીની સફર ખેડશે. દૂરૈયા તપીયાએ જણાવ્યું હતું કે આ રાઇડનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર અભિયાનને જન જન સુધી પહોંચડવાનો છે. સાથે જ ગામડાઓની પ્રજાને કોવિડ-૧૯ મહામારી પ્રત્યે જાગૃત કરવાનો છે. આ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોને નિશુલ્ક માસ્ક, સેનેટાઇઝેર, પેડ અને ડસ્ટબીનનું વિતરણ કરવાની સાથે જ કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાશે. ૧૩ રાજ્યોની સફર દરમિયાન દુરૈયા જે તે રાજ્યોના ડેલીગેટ્સ અને મંત્રીઓ અને નેતાઓ પણ મળશે. ઠેક ઠેકાણે દુરૈયાનું સ્વાગત પણ થશે. રાઇડનું અંતિમ ડેસ્ટીનેશન કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હશે અને ત્યારબાદ સુરત ખાતે રાઇડનું સમાપન થશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગણપત ભાઈ વસાવાએ પણ દુરૈયા તપિયાની પ્રશંસા કરવા સાથે શુભેચ્છા પાઠવી છે.

ઉલ્લેખનિય છે કે દુરૈયા તપિયાએ સાહસિક મહિલા છે. બાઇકર્સ તરીકે તે પોતાની ઓળખ પ્રસ્થપિત કરી ચૂકી છે. તે ભારત ભ્રમણ સાથે જ સિંગાપોર સુધી બાઇક રાઇડ કરી ચૂકી છે.

Loading...