60 વર્ષથી વધુ વયના ધારાસભ્યોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી આ સલાહ

કોરોના સંક્રમણ સામે સુરક્ષીત થવા માટે તમામ જન પ્રતિનિધિઓ વેક્સિન લે તે અનિવાર્ય: વિજયભાઈ રૂપાણી

કેન્દ્ર સરકારના આદેશ મુજબ ગુજરાતમાં ગત 1લી માર્ચથી 60 વર્ષથી ઉપરના વડીલો અને અલગ અલગ બિમારીથી પીડાતા 45 થી 59 વર્ષ સુધીના લોકોને કોરોના વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે કોરોનાની વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં 60 વર્ષથી ઉપરના તમામ ધારાસભ્યોને પરિવાર સાથે કોરોનાની વેકસીન લેવા માટે અપીલ કરી હતી. સાથો સાથ એવું પણ જણાવ્યું હતું કે, વેકસીનેશન માટે કોઈ સહાયની જરૂર પડે તો નાયબ મુખ્યમંત્રી કે આરોગ્ય વિભાગનો સંપર્ક કરી શકાશે. આજે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 60 વર્ષથી વધુ વય ધરાવતા તમામ ધારાસભ્યોને પરિવાર સાથે કોરોના વેકસીન લેવા અપીલ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના સંક્રમણ સામે સુરક્ષીત થવા માટે એક જન પ્રતિનિધિ તરીકે આપણે સૌ કોઈએ વેક્સિનેશન કરાવવું ખુબજ જરૂરી છે અને આ માટે કોઈપણ પ્રકારની સહાયની જરૂરીયાત હોય તો નાયબ મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ અથવા આરોગ્ય વિભાગનો સંપર્ક કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને તેમના પત્ની જ્યારે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો.  આવતીકાલે સવારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોનાની વેકસીનનો પ્રથમ ડોઝ લેશે.