Abtak Media Google News

ફાલ્કન-૯ રોકેટ દ્વારા લોન્ચ કરાયેલ ૧૪૩ સેટેલાઈટસ દ્રારા ઈન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ અણાશે

આ અગાઉ વર્ષ ૨૦૧૭માં એક સાથે ૧૦૪ સેટેલાઈટ લોન્ચ કરી ભારતે સ્થાપ્યો હતો વર્લ્ડ રેકોર્ડ

આ તમામ ઉપગ્રહોની મદદથી વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં ગ્લોબલ બ્રોડબેન્ડ ઈન્ટરનેટની સેવા આપવાનો સ્પેસ એકસનો દાવો

અરબોપતિ કારોબારી એલન મસ્કની કંપની સ્પેસ એકસે અંતરીક્ષની દુનિયામાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે કંનીએ એક જ રોકેટથી એક સાથે ૧૪૩ ઉપગ્રહો લોન્ચ કરી નવો વિક્રમ સ્થાપિતા કર્યો છે. આ રેકોર્ડ આ અગાઉ ભારતનાં નામે હતો વર્ષ ૨૦૧૭માં ભારતે એક રોકેટથી એક સાથે ૧૦૪ ઉપગ્રહો છોડયા હતા.

જણાવી દઈએ કે, સ્પેસ એકસએ અમેરિકાની એક ખાનગી અંતરીક્ષ પરિવહન સેવાની એક કંપની છે. જેનું મુખ્યાલય કેલિફોર્નિયાના હેથોર્નમાં સ્થિત છે. વર્ષ ૨૦૨૦માં અંતરીક્ષમાં આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન સુધી માનવને પહોચાડનારી આ દુનિયાની પ્રથમ ખાનગી કંપની બની હતી. આ રેકોર્ડ બાદ હવે, અવકાશમાં એક સાથે ૧૪૩ સેટેલાઈટ લોન્ચ કરી ભારતનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ ૧૪૩ સેટેલાઈટસને અગાઉ ડિસેમ્બર માસમાં લોન્ચ કરવાની યોજના હતી પરંતુ અમૂક ટેકનીકલ કારણોથી તેને મોકૂફ રખાઈ હતી. ત્યારબાદ શનિવારે પણ ખરાબ હવામાનના લીધે લોન્ચીંગને સ્થગિત કરાયું હતુ ત્યારે હવે, ભારતીય સમયાનુસાર ગતરાત્રીએ ૮ વાગ્યે ને ૩૧ મીનીટ પર ફલોરિડાના કૈપ કૈનેવર્લથી લોન્ચ કરવામા આવ્યા હતા આ તમામ સેટેલાઈટને ફાલ્કન-૯ રોકેટ દ્વારા છોડવામાં આવ્યા છે. જેમણે ભારતીય ક્ષેત્ર ઉપરથી પણ ઉડાન ભરી હતી ઈસરોએ પણ બેંગ્લોરમાં આના સિગ્નલને ટ્રેક કર્યા હતા.

૧૪૩ સેટેલાઈટ લોન્ચ કરવાનો આ કાર્યક્રમ લગભગ ૯૦ મીનીટ સુધી ચાલ્યો વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ઉપગ્રહોની મદદથી ઈન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ અણાશે. સ્પેસ એકસકંપની વર્ષ ૨૦૨૧ સુધીમાં આ સેટેલાઈટની મદદથી વર્ષ ૨૦૨૧ સુધીમાં ગ્લોબલ વ્હોડબેન્ડ ઈન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં સક્ષમ બનશે.

ટેસ્લા અને સ્પેસ એકસ કંપનીના માલિક તેમજ ટોચના સૌથી ધનવાન વ્યકિત એલન મસ્ક અંતરીક્ષમાં પોતાની યોજનાને લઈ ખૂબ ઉત્સાહિત જોવા મળે છે. ગત વર્ષમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતુ કે, તેઓ મંગળ ગ્રહ પર જવા ઈચ્છે છે અને તેની શકયતા માટે ૭૦ ટકા આશા હકારાત્મક જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.