તારક મહેતાના આ કલાકારે શો છોડ્યો… શું બોલીવુડમાં કરશે એન્ટ્રી ??

લોક પ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માંના ફેન્સને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. પહેલા દયા ભાભી એટલે કે દિશા વાકાણીએ શો છોડ્યો હતો. ત્યારબાદ જેઠાલાલના ફાયર બ્રિગેડ એટલે કે મહેતા સાહેબે શો છોડ્યો હતો ત્યારે બાદ ટપુ સેનાના લીડરે શોને અલવિદા કહી દીધું છે.

Taarak Mehta Ka Ooltah Chashmah's 'Tapu' Raj Anadkat Announces His Next Project – Interesting Details Inside!

ટીવીની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા) છેલ્લા ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહી છે. આ શો છેલ્લા 14 વર્ષથી દરેકના દિલ પર રાજ કરી રહ્યો છે. વર્ષોથી ઘણા કલાકારો શોમાં જોડાયા અને ઘણા છોડી ગયા. હવે આ યાદીમાં ટપ્પુ એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રાજ અનડકટનું નામ પણ જોડાઈ ગયું છે. ટપ્પુના પાત્રમાં જોવા મળતો રાજ અનડકટ ઘણા સમયથી શોમાં જોવા મળ્યો નથી. ત્યારે હવે અભિનેતાએ શો છોડ્યાની માહિતી આપી હતી.

રાજ અનડકટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પોસ્ટ કરીને માહિતી આપી હતી કે હવે બધાની અટકળોનો અંત લાવવાનો સમય થઈ ગયો છે. નીલા ફિલ્મ પ્રોડક્શન અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેનો મારો કરાર સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો છે. હું TMKOC ટીમને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, હું તમારા બધાનું મનોરંજન કરવા ટૂંક સમયમાં પાછો આવીશ. તમારો પ્રેમ અને સાથ હંમેશા મારા પર રહેશે.

શું ટપુ કરશે બોલીવુડમાં એન્ટ્રી ???

રાજ અનડકટે ઉર્ફે ટપુએ થોડા સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રણવીર સિંહ સાથે પોસ્ટ શેર કરી હતી અને જણાવ્યું હતું કે મારું સપનું સાકાર થઈ રહ્યું છે. ત્યારે લોકોની અટકળો વધી રહી છે કે આ શો છોડ્યા બાદ રાજ શું બોલીવુડમાં એન્ટ્રી કરવાનાં છે ?? રણવીર સિંહ સાથેની પોસ્ટ શેર કર્યા બાદ તેમના ફેન્સે શુભેચ્છાઓ આપી હતી.