Abtak Media Google News

કોબીજ કટલેસ બનાવવા જોઈશે :

  • ૧૦૦ ગ્રામ મિક્સ કઠોળ
  • ૧ ટીસ્પૂન ચાટ મસાલો
  • ૧ ટીસ્પૂન ધાણા પાઉડર
  • ૧ ટીસ્પૂન જીરું પાઉડર
  • ૧/૪ કપ કોબીજનું છીણ
  • ૧/૪ કપ ગાજરનું છીણ
  • ૧ નંગ ડુંગળી સમારેલી
  • ૨ નંગ લીલાં મરચાં સમારેલાં
  • ૧/૨ ઈંચ આદુંનો ટુકડો
  • ૧ ટીસ્પૂન લીંબુનો રસ
  • ૧/૨ કપ બ્રેડ ક્રમ્સ
  • ૪ નંગ બટાટા
  • તેલ તળવા માટે
  • મીઠું સ્વાદ અનુસાર

કોબીજ કટલેસ બનાવવાની રીત :

સૌપ્રથમ મિક્સ કઠોળને બાફીને તેનો છૂંદો કરી લો.

હવે તેમાં ચાટ મસાલો, ધાણા પાઉડર, જીરું પાઉડર, કોબીજ, ગાજર, ડુંગળી, લીલાં મરચાં, આદું, લીંબુનો રસ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો.

હવે બાફેલા બટાટાના છૂંદામાં થોડું મીઠું અને બ્રેડ ક્રમ્સ નાખીને બરાબર મિક્સ કરી લો.

તેના નાના ગોળા બનાવી લો.

દરેક ગોળામાં હાથ વડે હોલ કરીને તેમાં કોબીજવાળું મિશ્રણ ભરો.

ફરીથી તેનો બોલ વાળી લો.

હવે તેને ધીમેથી દબાવીને કટલેસનો આકાર આપો.

આ રીતે જ બધી કટલેસ તૈયાર કરો.

એક નોનસ્ટિક પેનમાં બધી જ કટલેસને સેલો ફ્રાય કરી લો.

તો બસ તૈયાર છે સ્વાદિષ્ટ કટલેસ તમે આ કટલેસ ફુદીનાની ચટણી સાથે સર્વ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.