Abtak Media Google News

ટેક્નોલોજીના આ યુગમાં ડિઝિટલનો બની શકે તેટલો સદઉપયોગ કરવો જોઇએ. એ દિશામાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ હવે ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી egazette.gujarat.gov.in વેબસાઇટનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ છે. વર્ષોથી ચાલતી આવતી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે. આના પરિણામે અંદાજે સરેરાશ વાર્ષિક ૩પ મેટ્રિક ટન પેપરની બચત થશે. કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે.

05D74386 0151 4Cd0 80E5 813D273E4Ae8

ઇ-ગેઝેટની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે. ગેઝેટની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી હવે મુક્તિ મળશે. હાલ રાજ્યમાં 30 વર્ષના જૂના ગેઝેટ ઉપલબ્ધ છે જે એક મહિનાની અંદર જ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીએ વિભાગને સૂચન કર્યુ હતું. તદનુસાર જૂના ગેઝેટને પણ ક્રમશ: વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તે પણ વેબસાઇટ પર સરળતાએ મળી રહેશે. નાગરિકો, અરજદારો,સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે.

D991986B 9B1A 4B77 8Bdb 632Ca3Bc6Ac7

રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ –સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ તરીકે તમામ માહિતી પૂરી પાડી શકાશે. આ વેબ સાઈટ લોન્ચિંગ અવસરે મંત્રી જયેશ રાદડીયા, કુટીર ઉદ્યોગ સચિવ સંદીપ કુમાર, જીઆઇએલના મેનેજિંગ ડિરેક્ટર ગુસિઆ, સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી નિયામક રાઠોડ તેમજ વિભાગના નાયબ સચિવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.