માનસિક અને શારિરિક સ્વાસ્થ્ય માટે જરુરી છે આ ડ્રાયફ્રૂટ….!

lifestyle | healthtips
lifestyle | healthtips

બદામ એક ડ્રાયફૂટ છે. જે શરીરની સાથે મગજને પણ તંદુરસ્ત રાખે છે. જેને ખાવાથી યાદશક્તિ પણ સારી થાય છે. અને શરીરને તંદુરસ્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બદામનું સેવન રોજ સવારે ઠંડા પાણી સાથે કરવામાં આવે તો આખો દિવસ ફ્રેશ ફિલ થાય છે. સાથે સાથે શરીર ફીટ પણ રહે છે. શરીરમાં પાણીની કમી મહેસૂસ નહિં થાય તો આવો જાણીએ બદામ ખાવાનાં અન્ય મહત્વના ફાયદાઓ વિશે….

– સવારે ખાલી પેટ અડધો લીટર ઠંડુ પાણી પીવું. એવું કરવાથી શરીરનું મેટાબોલિઝમ ખૂબ જ વધશે.

– આશરે ૫-૬ બદામ અને અખરોટનું ખાલી પેટે ખાવા હિતાવહ સાબિત થાય છે. જેનાથી શરીરમાં એન્જાઇમ્સ વિકસિત થાય છે જે મેટાબેલીઝમને યોગ્ય રાખે છે.

– બોડીને ફિટ રાખવા માટે બ્રેક ફાસ્ટ થોડો ભારે કરવો જોઇએ. જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળે છે. આ સાથે ધ્યાન રાખવું કે શરીરમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન વધુ પ્રમાણમાં જાય.

– એટલું કર્યા બાદ એક્સરસાઇઝ કરવી. જેનાથી હાડકા ફ્લેક્સિબલ બને છે.

– વધુમાં વધુ ચાલવાનું રાખો. શરીર મજબૂત થવાની સાથે સારી ઉંઘ પણ આવે છે. અને માનસિક તણાવ પણ દૂર થાય છે.

– આ ઉપરાંત જો દિવસ દરમિયાન ભૂખ લાગે તો મગફળીના બી ખાવાથી એનર્જી મળી રહે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,