Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરમાં જંગી ચૂંટણી સભા સંબોધી

સૌરાષ્ટ્ર -કચ્છ માટે પ્રતિદિન 2700 લાખ લિટર પાણી માટે ચાર પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે:નરેન્દ્રભાઈ મોદી

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં વિજય સંકલ્પ સંમેલન પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ ગઈકાલે  ભાવનગર  સહિત ચાર શહેરમાં વિશાળ જનમેદનીને સંબોધી હતી.

આ તકે પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે,છેલ્લા બે દિવસથી ગુજરાતની જનતાના આશિર્વાદ મેળવવાનો અવસર મળ્યો છે આપ સૌ મોટી સંખ્યામાં આશિર્વાદ આપવા આવી રહ્યા છો ત્યારે અમે આપના રૂણી છીએ , ભાવનગરની ધરતી પર આવ્યો છું મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની તપોભૂમિ પર આવ્યો છું મહારાજા કૃષ્ણકુમારજીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરી.ગુજરાતની જનતાએ ભાજપનો બે દાયકાનો અનુભવ અને વિકાસની યાત્રા જોઇ છે તેના કારણે ગુજરાતની જનતા કહે છે કે ફરી એક બાર મોદી સરકાર.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, આ ચૂંટણી પાંચ વર્ષ ગાંઘીનગરમાં કોની સરકાર બને તેની નથી. આ ચૂંટણી આવનાર 25 વર્ષ ગુજરાતના કેવા હશે અને દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે ત્યારે આપણું ગુજરાત વિકસિત ગુજરાત કેવું હશે તેના માટે છે. જનતાને સવાલ કર્યા કે આપણું ગુજરાત વિકસિત થવું જોઇએ કે નહી ?… આપણુ ગુજરાત ભવ્ય બનવુ જોઇએ કે નહી ?.. ગુજરાનો ડંકો દુનિયામાં વાગે તેમ કરવું જોઇએ કે નહી ? આ કામ કોણ કરશે ?…. કોણ કરશે ?…. આ કામ મોદી નહી ગુજરાતીઓ સાથે મળીને કરશે ગુજરાતના જવાનિયા કરશે. જનતા એક વોટ કમળ પર દબાવે આપણા વિકસિત ગુજરાતની ગેરેંટી હું આપું છું. ભાજપ એટલે સમસ્યાઓના સ્થાઇ સમાધાન માટે દિવસ રાત જેહમત કરનારી પાર્ટી છે.

કોંગ્રેસની સરકારમાં ગુજરાતની કેવી દશા હતી.. દશકાઓ સુધી કોંગ્રેસની સરકાર રહી … કોંગ્રેસની કામ કરવાની રીત કેવી હતી તે જૂની પેઢી ક્યારેય ભુલશે નહી. કોંગ્રેસની આદત હતી કે કોઇ પણ સમસ્યા આવે ટાળી દેવાની પરંતુ ભાજપ સરકાર સમસ્યાનો સ્થાઇ નિકાલ કરે છે. ભાજપ સરકારે ગુજરાતમાં દસકોથી આવનાર સમસ્યાઓના સમાધાન માટે એડિચોટીનું જોર લગાવ્યું છે. ખાલી પાણી માટે ભાજપ સરકારે જે કામ કર્યુ છે તે દેશના અનેક ભાગો માટે ઉદાહરણ રૂપ છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે,  સૌરાષ્ટ્ર -કચ્છ માટે પ્રતિદિન 2700 લાખ લિટર પાણી માટે ચાર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે. મારા ગુજરાતના લોકોને પાણી પહોચાડીએ એટલે પથ્થર પર પાટુ મારી સોનું પકવે તેવું સામર્થ્ય ધરાવે છે. ગુજરાતમાં પાણી અને વિજળી પર ખૂબ કામ કરવામાં આવ્યું છે. આજે ગુજરાતના દરિયા કિનારે 15 હજાર મેગા વોટ કરતા વધુ વિજળી ઉત્પન્ન થાય છે. સપના જોવાનું સામાર્થ્ય હોય, સંકલ્પ લેવાની પ્રતિબદ્ધતા હોય અને સંકલ્પ માટે ખપી જવાનો પ્રયત્ન હોય તો સિદ્ધી પ્રાપ્ત થાય છે તેના કારણે ગુજરાત ઉજળું છે. આજે ગુજરાત તેજોમય છે.

છેલ્લા 20 વર્ષમાં દેશનું પહેલુ કેમિકલ ટર્મિનલ ગુજરાતમાં બન્યું, પહેલુ એલએનજી ટર્મિનલ ગુજરાતમાં બન્યું, દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલનું કામ ભાવનગરમા શરૂ થયું. ગુજરાતમાં આજે ઉદ્યોગ ધંધા માટે દુનિયાભરમાંથી રોકાણકારો આવે છે અને ગુજરાતના યુવાનોને રોજગાર મળે. આજે દુનિયા સેમિક્ધડકટર વગર એક ડગલુ ચાલે શકે તેમ નથી. નવી પોલીસીને કારણે રાજય સરકારે સેમિ ક્ધડકટર માટે કરારો કર્યા છે તેનો લાભ આખા પંથક અને દેશને મળશે.ગુજરાતના અને દેશના આર્થિક વિકાસમાં માચ્છીમારોનું પણ મોટુ યોગદાન છે.કોંગ્રેસ સરકારમાં માચ્છીમારોની કોઇ પરવા જ ન હતી.

તેઓએ વધુમાં જણાવ્યું કે, આજે દુનિયાના કોઇ દેશ કરતા સૌથી વધુ વિમાન પાઇલોટ ભારતમાં મહિલા પાયલોટ છે. ભાજપ સરકાર દેશ કેવી રીતે મજબૂત થાય તે માટે કામ રહી રહ્યું છે. હવે કોઇ બિલ્ડર મધ્યમ વર્ગને છેતરવાનું કામ કરે ,નક્કી કરેલા માલ સામન ન વાપરે, નક્કી કરેલા સમયે મકાન ન આપે તો જેલ પાછળ ધકેલવાનું કામ કર્યુ છે. ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે જેના કારણે રોજગારી વઘી છે. આ ચૂંટણીમાં જિલ્લાના દરેક ઉમેદવારોને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરાવી વિજય બનાવવા આહવાન કર્યું હતું.આજે વધાપ્રધાન ચાર સભાને સંબોધિત કરી હતી.

જસદણ સભામાં ડો.બોઘરાએ અમિત શાહને કાનમાં શું કહ્યું ?

જસદણ તા. 24: જસદણમાં ગઈકાલે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાના સમર્થનમાં જાહેર સભા યોજાઇ હતી. આ સભામાં મંચ ઉપર ગૃહ મંત્રી અમિતભાઇ શાહ બેઠા હતા તેની બાજુમાં જ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા પણ બેઠા હતા. સભા દરમિયાન અલગ અલગ સમયે બે વખત અમિતભાઇ શાહને  ડો. ભરતભાઈ બોઘરાએ કાનમાં કંઈક કહ્યું હતું. ડો. બોઘરાએ  મંચ ઉપર અમિત શાહને કાનમાં શું કહ્યું ? તેની જસદણ ભાજપના કાર્યક્રમમાં ચર્ચા જાગી છે. ડો. બોઘરા તેમની બાજુમાં જ બેઠેલા અમિતભાઈ શાહને કાનમાં કહી રહ્યા હતા ત્યારે અમિતભાઇ શાહ પણ આ બાબત ગંભીરતાથી સાંભળી રહ્યા હતા.

વડાપ્રધાન કાલે એક દિવસ દિલ્હી જઇ શનીવારે ફરી ગુજરાતમાં !!

નરેન્દ્રભાઇ મોદી આજે પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં ત્રણ સભા સંબોધશે: શનીવારે ભરૂચના નેત્રાંગ, સુરત અને ખેડાના માતરમાં ચૂંટણી સભા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કમાન સંપૂર્ણપણે પોતાના હાથમાં લઇ લીધી છે. બે દિવસની ગુજરાતની મૂલાકાત દરમિયાન પીએમએ અલગ-અલગ આઠ સ્થળોએ ચુંટણી સભા સંબોધી હતી. દરમિયાન આવતીકાલે એક દિવસ માટે નરેન્દ્રભાઇ રાજધાની દિલ્હી ખાતે જશે. શનિવારે ફરી ચુંટણી પ્રચાર માટે ગુજરાત આવશે અને ત્રણ શહેરમાં ચૂંટણી સભા ગજવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રતિભારની પણ નુકશાની પાલવે તેમ નથી કારણ કે ગુજરાતની ચૂંટણીના પરિણામોની અસર આવતા વર્ષે યોજનારી અલગ-અલગ રાજ્યની વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી પર અસર કરી શકે છે. જેના કારણે ભાજપના બે મુખ્ય નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગુજરાતમાં મોરચો સંભાળી લીધો છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાથી લઇ આજ સુધી સતત ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે. તેઓ ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભાઓ સંબોધી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ પ્રચારની કમાન સંભાળી લીધી છે. ગઇકાલથી ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાને ગઇકાલે ભાવનગર સહિત અલગ-અલગ ચાર શહેરોમાં ચૂંટણી સભા સંબોધી હતી. દરમિયાન આજે પીએમ પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં ચૂંટણી સભા સંબોધી હતી. દરમિયાન આવતીકાલે નરેન્દ્રભાઇ મોદી એક દિવસ માટે રાજધાની નવી દિલ્હી ખાતે જશે.

શનીવારે તેઓ ફરી ગુજરાતમાં ધામા નાંખશે. તેઓ શનીવારે ભરૂચના નેત્રાંગ, સુરત અને ખેડાના માતરમાં પણ ચૂંટણી સભા સંબોધશે. રવિવારે ફરી એક દિવસ માટે દિલ્હી જશે અને સોમવારે ફરી ગુજરાતની મૂલાકાતે આવશે. રાજકોટ અને જામનગર સહિત અલગ-અલગ શહેરોમાં ત્રણ થી ચાર ચૂંટણી સભા ગજવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.