રાજકોટની આ પ્રખ્યાત અભિનેત્રીએ સોમનાથમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે મળવ્યું સ્થાન

ગીર સોમનાથ અનુભવી નિર્માતા ભગુભાઇ વાળા દ્વારા વિશ્ર્વાસ ફિલ્મ્સ પ્રોડકશન નામે યુનિટની રચના કરવામાં આવતા આ  યુનિટના પ્રોજેકટ મેનેજર તરીકે રાજકોટની મશહૂર અભિનેત્રી ધારા પટેલની નિમણુંક કરાતા જલા જગતના લોકો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છે.

પ્રોજેકટ કમ યુનિટ મેનેજર પદે નિયુકિતની સાથે સાથે અભિનેત્રી ધારા પટેલે જાહેરાત કરતા જણાવેલ કે રાજયભરમાં શહેરો અને ગામડાના છેવાડાના વસતા અનેક કલાકારોને પ્લેટફોર્મ પુરુ ન મળવાના કારણે તેઓની કલા શકિત રુંધાય જવા પામેલ છે ત્યારે આવા અનેક કલાના  કસબીઓની કળાને ખીલવવા વિશ્ર્વાસ ફિલ્મ્સ કટિબઘ્ઘ્ હોવાનું જણાવી એક અનોખો પ્રોજેકટ બનાવી સત્વરે અમલવારી શરુ કરવ જરુરી પ્રયાસો હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવેલ છે.

અભિનેત્રીએ આ બાબતે વધુમાં જણાવેલ કે સૌ પ્રથમ અમારા યુનિટમાં દસ આલ્બમ સોંગ તેમજ દસ ટેલીફિલ્મો બનાવવામાં આવનાર હોવાનું જણાવી તેમાં દરેક નવા ચહેરાઓને સીનીયર કલાકારોની સાથે રાખી અલગ અલગ રીતે કામગીરી આપીને પુરતી તકો મળી રહે તેવા જરુરી પ્રયાસો હાથ ધરાશે ત્યારબાદ દરેક સફળ થયેલ તમામ કલાકારોને એવોર્ડ એનાયત કરી સન્માનવામાં આવશે જેમાં બેસ્ટ ગીતકાર, બેસ્ટ સંગીતકાર, બેસ્ટ લેખક, બેસ્ટ અભિનેતા, બેસ્ટ અભિનેત્રી તેમજ બેસ્ટ ડાઇરેકટર સહિતનાઓની પસંદગી સાથે નવાજવામાં આવનાર છે તેમજ કાયમી પસંદ થયેલા કલાકારોને નજીકના ભવિષયમાં જ અમારી આગામી સામાજીક સીરીયલો તેમજ ગુજરાતી ફિલ્મોમાં એકબીજાની અનુકુળતા મુજબ કામ પુરુ પાડવામાં આવનાર હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.