ડ્રાઈવિંગ કરતી વખતે જો જોકું આવે તો આવું થાય..

વિક્રમસિંહ જાડેજા, ચોટીલા: તમે ડ્રાઇવિંગ કરોને સામાન્ય બાબતની અવગણના કરો તો તે હાનિકારક સાબિત થાય છે. ડ્રાઇવિંગ કરતી વખતે જો એક નીંદરનું જોકું આવે તો શું થાય તે બાબતનું ઉત્તમ ઉદાહરણ આપણે ચોટીલા પાસે જોવા મળ્યું. જેમાં કારચાલકને જોકું આવતા કારનો અકસ્માત થયો.

ચોટીલામાં ચામુંડા ચોકડી પાસે ટેન્કર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. ચોટીલાથી રાજકોટ તરફ હાઇવે પર શહેરની ચામુંડા ચોકડી પાસે આ અકસ્માત થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાન હાની ન થઈ હતી. લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે વાહનચાલકને જોકું આવતા આ અકસ્માત સર્જાયો.