Abtak Media Google News

ઋષિ મહેતા 

મોરબીની શનાળા રોડ પર આવેલ અને નામના ધરાવતી મહેશ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસને ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા સિલ કરવામાં આવી છે. સમયસર લોનના હપ્તા ભરપાઈ ન કરતા ખાનગી ફાયનાન્સ કંપનીની કાર્યવાહીજેમાં સંચાલક દ્વારા આ હોટેલ પર હીરો ફિન કોપ નામની ફાયનાન્સ કંપનીમાંથી અગાઉ લોન લીધેલ હતી. જે લોન ના હપ્તાની સમયસર ચુકવણી ન કરવામાં આવતા મહેશ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ વિરુદ્ધ ફાયનાન્સ કંપની દ્વારા હોટલ સીલ કરવામાં આવી છે.

Whatsapp Image 2023 01 31 At 13.33.36 1

હીરો ફિન કોપ નામની ફાયનાન્સ કંપની દ્વારા આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે હોટેલ પર પહોંચી કબજો લઈ હોટેલને સીલ કરવામાં આવી છે. અને સિક્યુરિટાઇસેશન એક્ટ હેઠળ કોર્ટ દ્વારા કરાયેલ હુકમથી કંપનીએ મહેશ હોટેલનો કબજો લઈ સીલ કરી છે.

Whatsapp Image 2023 01 31 At 13.33.36

ઉલ્લેખનીય છે કે, સંચાલકની ૩ ,૮૩,૭૩,૧૪૬ રૂપિયાની લોન ભરપાઈ કરવાની બાકી છે જેને ભરવા માટે ફાયનાન્સ પેઢી દ્વારા ૬૦ દિવસ નો સમય આપવા આવ્યો છે અને હાલમાં ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા હોટેલનો કબજો લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.