Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કંપની સાથે પરામર્શ કરીને એક અઠવાડિયામાં નવી એમ્બ્યુલન્સ મેળવવા તાકીદ કરી 

કોરોના કાળમાં મેડિકલ સુવિધા સઘન બનાવવા માટે રાજ્ય સરકાર કમર કસી રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કંપની સાથે પરામર્શ કરીને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ આપવા તાકીદ કરી છે. આ એમ્બ્યુલન્સ મળ્યાને તુરંત જ તેને સેવા માટે કાર્યરત કરવાની સુચના પણ આપી છે.

કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં જોડાઇ જાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

આજે કોર કમિટીની મિટિંગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  150 નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક લેવાનો નિર્ણય કર્યો હતો.જે નિર્ણયથી દર્દીઓની હાલાકી ઓછી થશે. મેડિકલ સુવિધામાં વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.