મોરબીમાં રેમડેસિવિરની રામાયણ નાથવા તંત્ર દ્વારા લેવાયો આ મહત્વનો નિર્ણય, વહેંચણી માટે 7 ટીમની રચના

0
13

હોસ્પિટલોએ ઇન્ડેન્ટ ફોર્મ ભરી ઇ-મેઇલ દ્વારા જરૂરી આધારો રજૂ કરવાના રહેશે : ડોક્યુમેન્ટ વેરીફાઇ કરવા બે નાયબ મામલતદારના વડપણ હેઠળ ટીમની રચના કરાઇ 

મોરબી જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે દર્દીઓને પડતી હાલાકી નિવારવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હવે હોસ્પિટલોને જ માંગ મુજબ ઇન્જેક્શન રૂબરૂ જઇને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર કરતી કોઇપણ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ, કોવીડ હેલ્થ કેર સેન્ટરે  sdmmorbi.covid19 gmail.com 19 ઇ-મેલ આઇડી પર સાંજના 9:00 વાગ્યાથી સવારના 9:00 વાગ્યા સુધીમાં હોસ્પીટલમાં ઓક્સીજન બેડમાં સારવાર લઇ રહેલ દર્દીઓની વિગતો સાથેનું ઈન્ડેન્ટ ફોર્મ તથા દરેક દર્દીના આધાર કાર્ડ અને દર્દીનો કોરોના પોઝીટીવ હોવા અંગેનો રીપોર્ટ સ્કેન કરી અપલોડ કરવાનો રહેશે.

કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ ઈન્ડેન્ટ ફોર્મ મુજબની જરૂરીયાત ધ્યાને લઇ તથા મેઇલમાં અપલોડ કરેલ ડોક્યુમેન્ટ વેરીફાઇ, દરેક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલનો સ્ટાફ કોરોના મહામારીની કામગીરીમાં વ્યસ્ત હોઇ તથા સેવા બજાવી રહેલ હોઇ તે ધ્યાને લઇ અત્રેથી મહેસૂલી કર્મચારીઓની ટીમો બનાવી દરેક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ કે કોવીડ હેલ્થ કેર સેન્ટરને રૂબરૂ જઇ રેમડેસિવિર ઇજેક્શનનો જથ્થો પૂરો પાડવામાં આવશે તથા ઓરીજીનલ ડોક્યુમેન્ટ પણ અત્રેનો સ્ટાફ રૂબરૂ જઇ મેળવી લેશે. આ કામગીરી માટે દરેક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ કે કોવીડ હેલ્થ કેર સેન્ટર દ્વારા ઇ-મેઇલ પર મોકલવામાં આવેલ ડોક્યુમેન્ટ સત્વરે વેરીફાઇ થઇ અને રેમડેસિવિર ઇજેક્શન સમયસર ફાળવણી કરી શકાય તે માટે બે નાયબ મામલતદારોની ખાસ વેરીફીકેશન ટીમો બનાવેલ છે તથા કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ કે કોવીડ હેલ્થ કેર સેન્ટર સુધી રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પહોંચાડવા માટે અલગ અલગ 7 ટીમોની રચના કરવામાં આવેલ છે જે પૈકી 5 ટીમો મોરબી શહેર તથા મોરબી તાલુકા માટે, 1 ટીમ વાંકાનેર શહેર તથા તાલુકા માટે તથા 1 ટીમની હળવદ તાલુકા તથા શહેર માટે રચના કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here