આને કહેવાય સાચો પ્રેમ ❤️ ❤️ !! મર્યા પછી પણ છોડી ગયા નિશાની…

આજના યુગમાં સાચો પ્રેમ કરવો ખૂબ જ અઘરો છે. પ્રેમમાં થોડી ઘણી મુશ્કેલીઓ આવી નથી કે બન્ને એક બીજાને છોડીને જતા રહે છે. પ્રેમ કોઇ વ્‍યકિતના શરીરને નહી પરંતુ આત્‍માને થાય છે ત્યારે મહીસાગરમાં આવા જ એક સાચા પ્રેમની ઘટના સામે આવી છે જેમાં યુવક અને યુવતી લાશ કેનાલમાંથી મળી હતી. જે હાલતમાં બન્નેની લાશ કેનાલ માંથી મળી હતી તે જોઈને જ કહી શકાય કે કેટલો સાચો અને શાશ્વત પ્રેમ હશે !!!

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચોરી ગામની છે જ્યાં કડાણા સુજલામ સુફલામ કેનાલમાંથી બે લાશ તણાતી મળી આવી છે. ચોરી ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં યુવક તેમજ યુવતીની લાશ તણાઈને આવતા ચકચાર મચી જવા પામી છે. બન્નેની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા કરી છે તે કારણ હજુ અકબંધ છે.

સુજલામ સુફલામ કેનાલની અંદર લાશ હોવાની વાતની જાણ થતા લોકોના ટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. કેનાલમાં લાશ હોવાની બાબતે પોલીસને જાણ કરવામાં આવી છે. બે લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. બન્નેને એક બીજાથી કેટલો પ્રેમ હશે કે મૃત્યુ પામ્યા બાદ પણ બન્ને એક બીજાથી વિખુટા પડવા માંગતા નથી. તેઓની લાશ તણાઈને આવે છે અને બન્ને હજુ એક-બીજાને ભેટેલાછે તેવી જ સ્થિતિમાં છે.