નવલી નવરાતની આ એક વાત રે…

નવલી નવરાતની આ એક વાત રે,
સખીઓ સાથે માં અંબા રમે રે,
ઘુમે ઘુમે માળી ઘૂમે રે,
ઝૂમે ઝૂમે અંબા ઝૂમે રે.

નવલી નવરાત….

ગરબાની જ્યોત ચારેકોર રે,
આજ તો માં ના નોરતાંની રાત રે,
ઘૂમે ઘૂમે… ઝૂમે ઝૂમે…

આજ તો માંળી સોળે શણગાર રે,
સખીઓ સાથે માં સપનાં ની વાત કરે,
ઘૂમે ઘૂમે… ઝૂમે ઝૂમે…

પાવાગઢથી માં કાળી આવે રે,
સખીઓ સાથે એક તાલ આપે રે,
ઘૂમે ઘૂમે માં કાળી ઘૂમે રે,
ઝૂમે ઝૂમે… માં ઝૂમે રે.

ચોટીલાથી ચામુંડા આવે રે,
આજે તો જામી ગરબામાં રમઝટ રે.
ઘૂમે ઘૂમે ચામુંડા ઘુમે રે,
ઝૂમે ઝૂમે માં ઝૂમે રે.

માટેલથી ખોડીયાર આવે રે,
આજની રાત તો રળિયામળી લાગે રે,
ઘુમે ઘુમે ખોડીયાર ઘુમે રે
ઝૂમે ઝૂમે માં ઝૂમે રે.

નવલી નવરાત…

– સોજીત્રા ભૂમિ ગામ-ઈસરા