Abtak Media Google News

રાજકોટનું ગૌરવ કહી શકાય  એવી રાજકોટની જ  જુનિયર સીંગર હર્ષી ભટ્ટ ગુજરાતી સીને પડદે પદાર્પણ કરવા જઈ રહી છે. હર્ષી ભટ્ટ આવનારી ફિલ્મ ‘ભારત મારો દેશ  છે’માં મુખ્ય ચાઈલ્ડ આર્ટીસ્ટની ભૂમિકા  ભજવશે.

નાનપણથી જ સંગીત ક્ષેત્રે રુચિ ધરાવનાર 11 વષે ની હર્ષી ભટ્ટ, રાજકોટ નાં સુરતાલ ગૃપનાં શીરોમણી એવા  પરિમલભાઇ ધેલાણી પાસેથી સંગીત ની સધન તાલીમ મેળવેલ છે અને તેની સાથે રહીને લાઇવ મ્યુઝિક તેમજ કરોઓકે સ્ટેજ શો કરે છે આ ઉપરાત તે કીબોર્ડ માં પણ માહિર છે, તેમજ યુટ્યુબ ચેનલ પર  તેણે ધણા ગીતો ગાયેલ છે. હષેી ની આ પ્રતિભા ને જોઇને જેણે રાજકોટનું નામ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પટલ પર ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે ગુંજતુ કરેલ છે તેવા રાજકોટનાં જ દિગ્દર્શક  ભાવિન ત્રિવેદી એ પોતાની આવનાર ફિલ્મ  “ભારત મારો દેશ છે” માં મુખ્ય ચાઇલ્ડ આર્ટિસ્ટ ની ભૂમિકા  આપેલ છે, હાલ આ ફિલ્મ પણ ભાવિનભાઇ ની પાછલી ફિલ્મો રોલ નં 56 તેમજ પાત્ર ની જેમજ ધણા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય    ફિલ્મ મહોત્સવ માં એવોર્ડ મેળવી ચુકીછે અને નોમીનેટ થઇ રહી છે,  આ ફિલ્મ નાં નિર્માતા  ક્રિષ્ના શાહ છે જેણે પોતાની નિર્માણ કંપની થકી ધણી સારી ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.