Abtak Media Google News

સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વીએ ચંદ્ર અને સૂર્યની વચ્ચે એવી રીતે આવે છે કે ચંદ્ર ધરતીની પૃથ્વીની છાયાથી ઢંકાય જાય છે ત્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે. ભારતમાં ખગ્રાસ ચંગ્રહણ ગ્રસ્તોદય અવસ્થામાં જયારે વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં ખગ્રાસ ચંગ્રહણનો અભુત અવકાશી નજારો મંગળવાર તા. 8 મી નવેમ્બરે જોવા મળવાનો છે, આશરે 3 કલાક 40 મિનિટનો અવકાશી નજારો આહલાદક જોવા મળવાનો છે.

Screenshot 1 11

ચંદ્રગ્રહણ દરમિયાન રાજ્યના બધા જ મંદિર રહે છે ત્યારે રાજ્યમાં ચંદ્રગ્રહણ દરમિયાન એકમાત્ર શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. શામળાજી મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકાશે. ગ્રહણ દરમિયાન મંત્રનો જાપ કરવાથી ૧૦૦ ગણું ફળ મળતું હોવાની માન્યતા છે ત્યારે ભક્તો ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપ કરી શકે તે માટે મંદિરને ખુલ્લું રાખવામાં આવશે.

Screenshot 3 6

ગ્રહણનો સમય નીચે મુજબ છે

કાર્તિક સુદ પૂનમ અને મંગળવારના રોજ ચંદ્રગ્રહણ દેખાશે. આ ગ્રહણ ભારત અને ગુજરાતમાં ધાર્મિક દ્રષ્ટીએ દેખાવાનું હોવાથી પાળવાનું રહેશે. ચંદ્રગ્રહણનો વૈદ્ય મંગળવારે સવારે ૫:૩૯ થી શરુ થઈ જશે. સૌરાષ્ટ્રમાં ચંદ્રગ્રહણ સાંજના ૦૬:૦૩ વાગ્યાથી ૬:૧૯ વાગ્યા સુધી રહેશે.

ચંદ્ર ગ્રહણનું રાશી પ્રમાણે ફળ

અશુભ ફળ:- મેષ, મકર, ક્ધયા, વૃષભ રાશીને આ ચંદ્ર ગ્રહણ અશુભ ફળ આપશે.
મિશ્રણ ફળ:- સિંહ, તુલ, ધન, મીન રાશીને મિશ્ર ફળ આપશે.
શુભ ફળ:- વૃશ્ર્વિક, કુંભ, મિથુન, કર્ક રાશીને શુભ ફળ આપશે.
ગ્રહણનું શુભ અશુભ ફળ આશરે 40 દિવસ અથવા 3 મહિના સુધી મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.