Abtak Media Google News

કુદરતે બનાવેલી આ આરોગ્ય ઘડિયાળને અનુસરવાથી નિરોગી જીવન જીવી શકાય છે

‘નિંદ્રા’ ઇશ્ર્વરે આપેલો આરામનો ઉત્તમ સમય છે જેને દરેક જીવ વિવિધ લક્ષણો અને નિયમો મુજબ લે છે. નિંદ્રા માટે એક કુદરતી ક્રમ છે. આ ક્રમ મુજબ જો નિંદ્રાના સમય પત્રકને જાળવવામાં આવે તો ચોકકસ આરામનો અનુભવ થાય છે.

રાત્રીના ૧૧ થી ૩ સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વનો સમય છે જયારે શરીર લીવરની મદદથી વિષરહિત થવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે. એનો આકાર મોટો થઇ જાય છે. પણ આ પ્રક્રિયા ગાઢ નિંદ્રામાં પહોચ્યા પછી જ શરૂ થાય છે.

૧૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોચ્યા પછી  જ આ પ્રક્રિયા શરૂ થાય અને તો જ શરીરને પુરા ચાર કલાક વિષમુકત થવા માટે મળે છે.

જો કોઇ વ્યકિત ૧ર વાગ્યે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોચે તો શરીરને આ વિષમુકત થવા માટે ૩ કલાક જ મળે છે. અને જો ૧ વાગ્યે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચે તો ર કલાક અને ર વાગ્યે આ અવસ્થામાં પહોચવાથી ૧ કલાકથી જ મળશે. જયાં શરીરને વિષમુકત બનવા ૪ કલાક મળવાથી વિષમુકિતનું કાર્ય સંપૂર્ણ રીતે નથી થઇ શકતું, અને પરિણામે શરીર વિષયુકત રોગોનું ઘર થતું જાય છે. ઉદાહરણ તરીકે જયારે આપણે મોડી રાત સુધી જાગીએ છીએ ત્યારે ઊંઘનો સમય ઓછો મળવાથી શરીર ઊંઘીને ઉઠયા બાદ પણ થાક અનુભવે છે.

શરીરને વિષમુકત થવા પૂરતો સમય ન આપીને બીજી ક્રિયાઓમાં આપણે જાતે જ કયારેક અવરોધ ઉત્પન્ન કરીએ છીએ.

બ્રહ્મમુહુર્ત એટલે સવારે ૩ થી પ નો સમય કે જયારે લોહીનું સંચરણ ફેફસા તરફ થતું હોય છે. જે અત્યંત જરુરી ક્રિયાનું સ્થાન છે. તે વખતે મન અને તનને સ્વચ્છ કરી ઘ્યાન જેવી સૂક્ષ્મ પ્રક્રિયામાં જાતને ડૂબાડવી જોઇએ,  જેથી બ્રહ્માંડીય ઉર્જા એ સમયે વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોવાથી શરીરને પ્રાપ્ત થાય. ત્યારબાદ ખુલ્લી હવામાં વ્યાયામ કરવો જોઇએ, જેથી આ સમયે લાભપ્રદ આયર્નની માત્રા ખુબ જ હોય છે. જેનાથી શરીર લાભાન્વિત થાય છે.

પ થી ૭ દરમિયાન શુઘ્ધ થયેલા રકતનો  સંચાર મોટા આંતરડા તરફ હોય છે. જે મળનિકાલ પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે અને શરીરને આખા દિવસ દરમિયાન લેવાના પોષકતત્વો ગ્રહણ કરવા માટે તૈયાર કરે છે.

સૂર્યોદયના સમયે ૭ થી ૯ દરમિયાન શુઘ્ધ રકત સ્વચ્છ શરીરના પેટ આમાશય તરફ વળે છે. આ સૃમયમાં પૌષ્ટિક નાસ્તો કરવો જોઇએ અને આ શરીર માટે સૌથી જરુરી આહાર મનાય છે.

શરીર માટે બનાવાયેલી કુદરતની આ આરોગ્ય ઘડિયાળને અનુસરવાથી વિવિધ લાભ મળે છે. માત્ર ઘ્યાન એ જ રાખવાનું છે કે મોડી રાતના કાર્યોને વહેલા ઉઠીને કરવાની આદત પાડવાથી સમ અને સ્વાસ્થ્ય બન્ને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.