આ છે વિશ્વની સૌથી મોંઘી ગિફ્ટ્સ, કિંમત સાંભળીને જ ઉડી જશે હોશ..!
ગિફ્ટ્સનું નામ સાંભળતા જ કેવું આમ ચહેરા પર ગુલાબી હાસ્ય આવી જાય. ગિફ્ટ્સ આપવા કરતા તો ગિફ્ટ્સ કોઈ પાસેથી મળે અને એને અનબોક્સ કરવાની જે ખુશી હોઈ ભાઈ સાહબ…મજા જ આવી જાય.વિશ્વમાં જાત જાતની ભાત ભાતની અમુલ્ય અને અતુલ્ય ગિફ્ટ્સ જોવા મળતી હોઈ છે. સામાન્ય રીતે, જ્યારે પણ કોઈને ભેટ આપવાની વાત થાય છે, ત્યારે સૌ પ્રથમ તે વ્યક્તિને શું આપવું તે વિશે વિચારવું પડે છે. પણ એ તો પછી વ્યવહારે વાત જાય કે કોણે કેવી ગીફ્ટ આપણને આપેલી આપણે સામે એવી જ આપીશું. જો કે કોઈ પણ વ્યક્તિ ભેટ તરીકે જે પણ આપે એ અમુલ્ય જ હોઈ છે અને પ્રેમથી જ તેનો સ્વોકર કરી લેવો જોઈએ કારણ કે તેની સાથે લાગણીઓ જોડાયેલી હોઈ છે.
તો ચાલો…. આજના આ આર્ટીકલમાં , તમને વિશ્વના સૌથી મોંઘા વિષયો વિશે જણાવું. જેની કિંમત અનુમાન લગાવવી ખૂબ મુશ્કેલ છે.
વિશ્વની સૌથી મોંઘી ગિફ્ટ્સ : ડોનાલ્ડ ટ્રમ્પ વિમાન તરીકે વિશ્વની સૌથી મોંઘી ભેટ મેળવશે. ચાલો આપણે જાણીએ કે આ પહેલા વિશ્વની સૌથી મોંઘી ભેટો છે.
મુસ્લિમ દેશ કતાર યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વની સૌથી મોંઘી ભેટ બોઇંગ 747-8 આપશે. આ વિમાનની કિંમત 3400 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કોઈપણ યુ.એસ. રાષ્ટ્રપતિને મળનારી એક સૌથી મોંઘી ગિફ્ટ છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે કોઈએ કોઈને આવી મોંઘી ભેટ આપી હોય. આ પહેલાં પણ, ઘણી મોંઘી ભેટો આપવામાં આવી છે. ચાલો તેમના વિશે જાણીએ.
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ તાજમહેલનું છે. તાજ મહેલ હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લીસ્ટમાં શામેલ છે, જે લાખો લોકો વિશ્વભરમાંથી જોવા માટે આવે છે.
તેમ છતાં શાહ જાહને તેની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવ્યો હતો, શાહ જાહને તેને તેની પત્ની માટે ભેટ તરીકે વર્ણવ્યું હતું.
તાજ મહેલ બનાવવા માટે 21 વર્ષનો સમય લાગ્યો. તે 1632 અને 1653 ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. આજે તાજમહેલની કુલ કિંમત 72 અબજ રૂપિયાથી વધુ છે.
બ્રિટિશરોએ ઇંગ્લેંડની ક્વીન વિક્ટોરિયાને 186 કેરેટ કોહિનોર હીરો, માઉન્ટેન ઓફ લાઈટ ગીફ્ટમાં આપ્યો. તે સમયે, રાણીએ વિનંતી કરી કે તેને 105.6 કેરેટ ડાયમંડ જ્વેલરીમાં ફેરવવામાં આવે કારણ કે રાણીને તેની ચમક નતી ગમતી.
1852 માં, આ હીરાને એમ્સ્ટરડેમમાં કાપવામાં આવ્યો. આજે, કોહિનોરનું મૂલ્ય 42 અબજ રૂપિયા છે.
આ પછી, કોઈએ કોઈને આપેલી ખર્ચાળ ભેટ, અનિલ અંબાણીએ તેની પત્ની ટીના અંબાણીને આપી છે. આ એક ખાનગી યાટ છે.
2008 માં, અનિલ અંબાણીએ તેની પત્નીને 34 -મીટર યાટ ભેટ આપી. તેની કિંમત લગભગ સાત અબજ રૂપિયા છે.