આ તે કેવા લગ્ન: બોડીબિલ્ડરે વિધિપૂર્વક ‘ઢીંગલી’ સાથે સંસાર માંડ્યો

તમે પુરુષ અને સ્ત્રીના લગ્ન જોયા જ હશે. આજના યુગમાં બે સ્ત્રીઓ, બે પુરુષો અને ત્રીજી જાતિના લગ્ન વિશે પણ સાંભળ્યું છે. પરંતુ તમે ક્યારેય માનવ અને ડોલ એટલે કે ઢીંગલીના લગ્ન વિશે સાંભળ્યું છે? સાંભળ્યું ન પણ હોય પણ આ એકદમ સાચું છે. કઝાકિસ્તાનના એક બોડી બિલ્ડરે સંપૂર્ણ વિધિપૂર્વક ઢીંગલી સાથે લગ્ન કર્યા છે. આ બોડીબિલ્ડરનું નામ યુરી ટોલોચકોએ છે. જ્યારે ઢીંગલીનું નામ માર્ગો છે. લગ્ન સમયે ડઝનેક અતિથિઓ હાજર હતા અને ત્યાં એક પરંપરાગત નૃત્યનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ચાલો જાણીએ આખો મામલો….


યુરીએ તેના લગ્નનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તે વરરાજાના પરંપરાગત પોશાકમાં હસી રહ્યો છે. વીડિયોમાં તે તેની સુંદર વહુ માર્ગો સાથે ડાન્સ કરતા પણ જોઇ શકાય છે.

તેણે તેની પત્નીને હગ કર્યું છે. બંને એકદમ ખુશ દંપતી દેખાતા હતા તેવું પરિવારજનોનું કહેવું છે.