Abtak Media Google News

નવી સરકારની રચનાની કામગીરી પૂર્ણ થતાની સાથે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ધડાધડ તીર છોડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે બળવો પોકારનારાઓ અથવા પક્ષમાં રહીને પક્ષને નુકશાની પહોંચાડવાની કામગીરી કરનારાઓ સામે હવે ભાજપ ગાજ ઉતરશે. નવી સરકાર રચવાની કામગીરી આજે પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારાઓ સામે સસ્પેન્સન સુધીના આકરા પગલા લેવામાં આવ્યા હતા. દરમિયાન અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારોને હરાવવા માટે પક્ષના કેટલાક મોટા માથાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. અનેક સ્થળોએથી આવા ધગધગતા રિપોર્ટ પ્રદેશ સુધી પહોંચ્યા છે. હવે બળવાખોર અને સંતુષ્ઠો સામે આકરી કાર્યવાહી કરવાનું ભાજપે મન બનાવી લીધું છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પક્ષમાં રહીને પક્ષને હાની પહોંચાડનારાઓનું એક મોટું લીસ્ટ બનાવી લીધું છે. આજે નવી સરકારની શપથવિધી પૂર્ણ થયા બાદ અને મંત્રીઓને વિભાગોની ફાળવણી કર્યા બાદ પાટીલભાઉં ફરી સંગઠનને મજબૂત બનાવવા માટે પોતાનું ફોક્સ વધારી દેશે. બળવો કરનાર કે ઉમેદવારોની પસંદગી બાદ નિષ્ક્રીય બની જનારાઓ સામે હવે આકરી કાર્યવાહીની ગાજ ઉતરશે.

રાજકોટ શહેરની ચાર અને જિલ્લાની ચાર બેઠકો પર પણ ભાજપના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે કેટલાક મોટા માથાઓએ પ્રયાસ કર્યા હતા. ખૂદ ઉમેદવારો દ્વારા આ અંગે પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હવે ભાજપને રેકોર્ડ બ્રેક લીડ મળી ચૂકી છે ત્યારે પક્ષમાં રહી પક્ષની ઘોર ખોદનારાઓ સામે આકરી કાર્યવાહીનું જોખમ ઝળુંબી રહ્યું છે. આગામી દિવસોમાં સી.આર.પાટીલ ધડાધડ સસ્પેન્સના હુકમો કરે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ અનેક જિલ્લા અને મહાનગરના હોદ્ેદારો વિજેતા બન્યા હોય તથા સંગઠનમાં નવી નિમણુંક પણ કરવામાં આવશે.

પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓનું લાંબુ લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. હવે કોઈપણ ઘડીએ આવા ગદારો સામે આકરી કાર્યવાહીની ગાજ ઉતરી શકે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક મોટા માથાઓએ ભાજપમાં રહીને ભાજપના ઉમેદવારના હરાવવા માટેની વ્યુહ રચના ઘડી હતી તેઓના નામ પણ આ લીસ્ટમાં હોવાનું મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.