આ કારણથી ગમે છે છોકરીઓને ગુલાબી રંગ

મારો પ્રિય રંગ તો ગુલાબી છે રીતુ .. તને ક્યો રંગ ગમે વધુ રેશ્મા ? આવી વાત જ્યારે બે મિત્રો સાથે જતાં હોય ખરીદી કરવા તો આવા પ્રશ્નો સાંભળતી અને થતી હોય જ છે. હું તો ગુલાબી રંગના જ આ વખ્તે શૂઝ લઇશ કારણ તે એકદમ અલગ લાગે છે.  તું શું કરીશ ??  નાનપણમાં જ્યારે સ્કૂલમાં હોય ત્યારે દરેક બાળક એકબીજાની સાથે મસ્તી કરતાં હોય તો નાના છોકરાઓનો પ્રિય રંગ ભૂરો અને લાલ કહેતા હોય છે. ત્યારે છોકરીઓનો પ્રિય રંગ ગુલાબી હોય છે. ત્યારે જો તે બાળકો એક બીજાની મસ્તી કરવા ક્યારેક ગુલાબી રંગ તારો પ્રિય હોય તેવી મસ્તી કરતાં હોય છે. ત્યારે આવી વાત તમે પણ નાનપણમાં ક્યારેક સાંભળી કે કોઈની મસ્તી ક્યારેક કરી હશે. તો શું કામ આ ગુલાબી રંગ હોય છે છોકરીઓનો પ્રિય તમને ખબર છે?

આ રંગની થોડી ખાસિયત.. 

મુખ્ય રીતે આ ગુલાબી રંગ તે પ્રેમને દર્શાવતું એક વિશેષ પ્રતિક માનવામાં આવે છે. ગુલાબી રંગનો અર્થ છે મધુર, સરસ, રમતિયાળ, સુંદર, રોમેન્ટિક, મોહક,નમ્રતા સાથે મુખ્ય રીતે જોડાયેલો રંગ છે.

ગુલાબી વિભિનતા દર્શાવતો રંગ

કોઈ પણ જગ્યાએ જતા સૌ પ્રથમ આંખને ગમી જતો કે મીઠો લાગતો આ એક રંગ તે ગુલાબી. ક્યારેક કોઈ રૂમમાં એકદમ અલગ દેખાતો અને ઉઠાવ આપતો આ ગુલાબી રંગ. અનેક વાનગીઓમાં મીઠાશ અને સુંદરતા વધારી શકતો આ એક ગુલાબી રંગ. પ્રેમને દર્શાવી શકાય તે માટેનો રંગ.

ગુલાબી પ્રેરણાદાયક રંગ

 

પ્રેમની અભિવ્યક્તિ કરતી વખતે દરેક છોકરા લાલ અથવા ગુલાબી વસ્તુનો પ્રયોગ કરે છે. તો દરેક સ્ત્રી પોતે ફટ દઈ માની જાય છે. ત્યારે આ રંગ ગુલાબી એટલે એક સર્વે પ્રમાણે ખૂબ પપ્રેરણા દાયક રંગ કહેવામાં આવ્યો છે. જો કોઈ ગુલાબી વસ્તુ ભેટ તમે જ્યારે છોકરીઓને આપશો તે ખુશખુશાલ થઈ જશે. કારણ તેના માટે ગુલાબી રંગ તે પ્રેરણાદાયક છે સ્ત્રીઓ માટે.

ગુલાબી વાઇબ્રન્ટ રંગ

દરેક આછા રંગો તમને તરત દઈ નજરે પડે છે. ત્યારે વાનગીઓમાં પણ આ એક ગુલાબી રંગો પણ એવો જ છે જે દરેકને કઈ પણ વસ્તુ ખાતા પહેલા ખુશ કરી દે છે. જેને સફળતા સાથે પણ જોડી શકાય તેવો રંગ છે. આ રંગ મુખ્ય રીતે મનના વિચારોને સ્થિર કરવામાં પણ ઉપયોગી બને છે. આ ગુલાબી રંગ તે આથી વાઇબ્રન્ટ રંગ તરીક ઓળખાય છે.આથી તે કોઈ ખાસ વસ્તુ ખૂબ ઉપયોગમાં લેવાતો આ રંગ તે ગુલાબી.